Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

પ્રજાજનોને વ્યાજખોરો અને મહિલા જાતિય સતામણી સહિત અન્ય ગુનાઓથી રક્ષણ આપવા તિલકવાડા પોલીસ દ્વારા “લોકસંવાદ” યોજાયો

ગેરકાયદેસર વ્યાજખોરી, સાયબર ક્રાઈમ અને મહિલા જાતીય સતામણી જેવા ગુનાઓ અંગે લોકોને જાગૃત કરતા તિલકવાડા પોલીસ સ્ટેશનના સબ ઇન્સપેક્ટર અજયસિંહ ખોટ:નર્મદા જિલ્લા પોલીસતંત્રની આ ખાસ ઝુંબેશ ગુનેગારો માટે ખાસ ચેતવણી, હવે કોઈપણ ગુનેગારને બક્ષવામાં નહીં આવે: પ્રજાજનોને વ્યાજખોરો અને મહિલા જાતિય સતામણી સહિત અન્ય ગુનાઓથી રક્ષણ આપવા તિલકવાડા પોલીસતંત્ર દ્વારા “લોકસંવાદ” યોજાયો

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : વ્યાજખોરો અને તેના વિષચક્રમાં ફસાઈ ચૂકેલા સામાન્ય નાગરિકોને આ ચુંગાલ માંથી મુક્ત કરાવવાના ઉમદા આશય સાથે નર્મદા જિલ્લા પોલીસતંત્ર ખડેપગે ફરજ બજાવી રહ્યાં છે. આવી દર્દનાક સ્થિતિમાંથી નાગરિકોને બહાર લાવવા “નર્મદા પોલીસ” એક્શન મોડમાં આવી ચૂકી છે. તાજેતરમાં જિલ્લા પોલીસતંત્ર અને જિલ્લા રજીસ્ટ્રારના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી બેઠકમાં જિલ્લાના પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ પણ લાયસન્સ વિના વ્યાજે નાણાં આપીને ખોટી વસૂલાત કરાનારાને બક્ષવામાં આવશે નહીં તેવી લોકસંવાદમાં વ્યાજખોરોને ચેતવણી આપી હતી.

 રાજ્યભરમાં વ્યાજખોરો વિરુદ્ધ ચાલી રહેલી મેગા ડ્રાઈવને અનુલક્ષીને નર્મદા જિલ્લાની ભોળી પ્રજાને વ્યાજખોરોના ચંગુલથી બહાર કાઢવા માટે પોલીસ દેવદૂત સાબિત થઇ રહી છે. નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ તિલકવાડા પોલીસ સ્ટેશનના સબ ઇન્સપેક્ટર અજયસિંહ ખોટ દ્વારા વજેરિયા ઓ.પી. વિસ્તાર, આમલિયા તેમજ આજ-બાજુના ગામના લોકોને જાગૃત કરવાના ઉમદા આશય સાથે “લોકસંવાદ” નું આયોજન કરવામાં આવ્યું હતુ. લોકસંવાદમાં ગેરકાયદેસર વ્યાજખોરી નાણાં ધીરધાર અંગે, સાયબર ક્રાઈમના ગુનાઓને અટકાવવા, ટ્રાફિક જાગૃતિ સહિત મહિલા જાતીય સતામણી તથા છેડતી અંગે ગ્રામજનોને જાગૃત કરવાની સરાહનીય કામગીરી સબ ઇન્સ્પેકટર અને તેમની સંપૂર્ણ ટીમ દ્વારા કરવામાં આવી હતી.
  વધુમાં વ્યાજખોરો પરવાનગી વગર વ્યાજનો વ્યવસાય કરતા હોય, લોકો પાસે મર્યાદા કરતા વધુ વ્યાજની વસુલાત કરતા હોય અને લોકો વ્યાજની રકમ ચૂકવવા સક્ષમ ન હોય ત્યારે અન્ય પ્રકારે ત્રાસ તેમજ ધાક-ધમકીથી રૂપિયા ઉઘરાવવા સહિત અન્ય ખોટી રીતે વસૂલાત અંગે ધ્યાનમાં આવે ત્યારે જિલ્લા પોલીસતંત્રને ત્વરિત પણે જાણ કરવા અંગે પણ અજયસિંહ ખોટે ગ્રામજનોને અપીલ કરી હતી.જે રીતે નર્મદા જિલ્લા પોલીસ તંત્રએ વ્યાજખોરો સામે જંગ છેડી છે તે વ્યાજખોરો માટે ચેતવણી છે. જો આવા કિસ્સા પોલીસતંત્રના ધ્યાને આવશે તો હવે નર્મદા જિલ્લા પોલીસ કોઈને નહીં બક્ષે.

 

(10:26 pm IST)