Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

મોટા મંડાળા ગામે અંગ્રેજી દારૂનો રૂ.૪,૧૧ લાખનો મુદ્દામાલ વાહતુક કરતા બે શખસો ઝડપાયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના મોટા મંડાળા ગામથી પોલીસે અંગ્રેજી દારૂના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડયા હતા

 મળતી વિગતો અનુસાર ડેડીયાપાડા પોલીસે બાતમીના આધારે  (૧) સુરેશભાઇ નગીનભાઇ વસાવા (રહે. સુતારપુરા તા.ઝઘડીયા જિ.ભરૂચ )તથા (૨) રાજેન્દ્રભાઇ ચંન્દ્રસીંગભાઇ વસાવા (રહે.ખાબજી ચૈતર ફળીયું તા.દેડીયાપાડા જિ.નર્મદા) નાઓએ પોતાના કબજામાંની એક સીલ્વર કલર ની સ્વીફટ ડીઝાયર ફોરવ્હીલ ગાડી નંબર GJ-05-JA-7479 ઉપર ગે.કા. ઇગ્લીશ દારૂ  બીયર ટીન નંગ-૪૮ કિ.રૂ.૪૮૦૦  તથા બીજા બીયર ટીન નંગ-૨૪ કિં.રૂ.૨૪૦૦ મળી કુલ કિ.રૂ.૭૨૦૦ તથા સ્વીફટ ડીઝાયર ગાડી નંબર GJ-05-JA-7479 ની કિં.રૂ.૪,૦૦૦૦૦ તથા મોબાઇલ નંગ- ૦૨ ની કિ.રૂ.૪૦૦૦ ગણી કુલ કિં.રૂ.૪,૧૧,૨૦૦ નો પ્રોહી.નો મુદ્દામાલ વાહતુક કરી પ્રોહી મુદ્દામાલ સાથે પકડાઇ જઇ ગુનો કરતા પોલીસે બંને સામે કાયદેસર કાર્યવાહી કરી છે.

 

(10:21 pm IST)