Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

સાવલી ગામે ૧૨.૫ ટકા જેવા ઉંચા વ્યાજે નાણાં આપનાર બે શખ્સો સામે ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં ઊંચા વ્યાજે વગર લાઇસન્સએ નાણાં ફેરવવાનો કારશો  લાંબા સમયથી ચાલે છે જેમાં મધ્યમ ગરીબ વર્ગના જરૂરિયાતમંદ લોકો ને પઠાણી ઉઘરાણી કરી અનેક પ્રકારે હેરાન કરાઇ છે ત્યારે હાલમાં નર્મદા પોલીસ આ બાબતે કડક કાર્યવાહી કરતી હોય તિલકવાડા તાલુકાના સાવલી ગામ માં પણ ઊંચા વ્યાજે નાણાં આપના બે શખ્સો સામે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો દાખલ કર્યો છે

  મળતી માહિતી મુજબ હરેશભાઇ જયંતીભાઇ જાતે પ્રજાપતી (રહે સાવલી તા. તિલકવાડા)  એ આપેલી ફરિયાદ મુજબ પ્રકાશભાઇ કુપ્પુભાઇ સ્વામી (રહે.હાલ મકરપુરા, જાંબુવા બ્રીજ, વડોદરા)અને સુકુમાર જીવનંદમભાઇ આનંદદમ( રહે હાલ.મકરપુરા, જાંબુવા,વડોદરા) એ ૨૦૨૨ ના વર્ષનાં નવેમ્બર માસમાં તા.૦૭/૧૧/૨૦૨૨ ના રોજ તેમને વ્યાજે રૂપીયા રૂ.૧૦,૦૦૦ આપેલ હતા અને તેના બદલે હરેશભાઈ એ વ્યાજ સહીત કુલ રૂપિયા ૧૧,૭૫૦ આપી દિધેલ હોવા છતા રૂપીયા ૧૦,૦૦૦ વ્યાજે આપી તેની સામે વ્યાજ સહીત ૧૨,૫૦૦ માંગણી કરી ૧૨.૫ ટકા જેવા ઉંચા વ્યાજે આપે મુદલ રકમ ચુકવી દિધેલ હોવા છતા વગર લાઈસન્સે પઠાણી ઉઘરાણી કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા તિલકવાડા પોલીસે આ બંને સામે ગુનો દાખલ કર્યો છે.

 

(10:20 pm IST)