Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

અમદાવાદમાં પદ્માવત ફિલ્મના વિરોધમાં કેન્ડલ માર્ચ :એસજી હાઇવે પરના સિનેમાઘરોને ટાર્ગેટ કરાયા ;શોરૂમમાં હલ્લાબોલ

કરણી સેનાના મોટી સંખ્યામાં કાર્યકરો અને મહિલાઓ જોડાયા :ફિલ્મ સામે ઉગ્ર વિરોધ-હોબાળો :ઇસ્કૉનમોલ બ્રિજ નીચે બીઆરટીએસ બસ અટકાવી

અમદાવાદ;ફિલ્મ પદમાવતના વિરોધમાં અમદાવાદમાં ઉગ્ર રોષ ફેલાયો છે ઇસ્કોન બ્રિજથી ફિલ્મ પદ્માવતના વિરોધમાં કેન્ડલ માર્ચ યોજાઈ હતી જેમાં કરણી સેનાના મોટી સંખ્યામાં આવેલા કાર્યકરો અને મહિલાઓ પણ જોડાયા હતા એસજી હાઇવે પર આવેલા સિનેમાઘરોને ટાર્ગેટ કર્યા હતા.ઉગ્ર વિરોધ અને હોબાળાની સાથે ઇસ્કોન બ્રિજની સામે આવેલા મોટાભાગના શોરૂમમાં હલ્લાબોલ કર્યો હતો અમુક શોરૂમમાં નુકસાન પણ પહોંચાડ્યુ હતું.

 મોટી સંખ્યામાં આવેલા લોકોએ ઇસ્કોન બ્રિજ નીચેનો ટ્રાફિક જામ કર્યો હતો બીઆરટીએસ બસોને પણ અટકાવી દીધી હતી અને પેસેન્જરને નીચે ઉતારી દીધા હતા એસજી હાઇવે પર આવેલા થિયેટર્સ અને મોલ પર ટોળાએ હોબાળો કર્યો હતો

(9:43 pm IST)