Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

બોચાસણ નહેર નજીક પોલીસે બાતમીના આધારે કારમાંથી 1.18 લાખનો દારૂનો જથ્થો ઝડપ્યો

આણંદ:એસઓજી પોલીસે ગઈકાલે રાત્રીના સુમારે બોચાસણ નહેર પાસેથી ૧.૧૮ લાખ ઉપરાંતનો વિદેશી દારૂ ભરેલી સ્કોર્પિયો કારને ઝડપી પાડીને કુલ ૫.૧૮ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરીને ફરાર થઈ ગયેલા ડ્રાયવરને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે પેટ્રોલીંગ કરી રહેલી એસઓજી પોલીસને હકીકત મળી હતી કે, એક સફેદ કલરની સ્કોર્પીયો કારમાં એમપી તરફથી વિદેશી દારૂ ભરીને તારાપુર તરફ જવાના છે. જેથી એસઓજી પોલીસ વાસદ નજીક વોચમાં ગોઠવાઈ ગઈ હતી દરમ્યાન એક સ્કોર્પીયો કાર નંબર એમપી-૦૪, એસએ-૦૦૦૯ની આવી ચઢતા ંપોલીસે તેને અટકાવવા માટે ઈશારો કર્યો હતો પરંતુ ચાલકે બોરસદ તરફ ભગાડી મુકી હતી જેથી પોલીસે પીછો પકડતાં બોચાસણ નહેર પર કારને ઉભી કરી દઈને ડ્રાયવર અંધારામાં ફરાર થઈ ગયો હતો. પોલીસે કારની તલાશી લેતાં અંદરથી વિદેશી દારૂની પ્લાસ્ટીકની ૩૯૬ બોટલો કે જેની કિંમત ૧,૧૮,૮૦૦ રૂપિયા જેટલી થવા જાય છે તે મળી આવ્યો હતો.
પોલીસે કાર સાથે કુલ ૫,૧૮,૮૦૦નો મુદ્દામાલ જપ્ત કરીને કારના નંબરના આધારે તપાસ હાથ ઘરી છે.

(6:52 pm IST)