Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

માંડવી નજીક કારની ટક્કરે બાઈક સવાર ત્રણ યુવાનો પૈકી એકનું ઘટનાસ્થળેજ મોત

બારડોલી:માંડવીથી ઝંખવાવ જતા રોડ પર સઠવાવ ગામની સીમમાં બાઇક પર જતા ત્રણ સવારને પાછળથી આવેલી કારના ચાલકે ટક્કર મારતા સ્થળ પર મોત નીપજ્યું હતું. પાછળ બેઠેલા બે જણા અને ગાડીના ચાલક સહિત પાંચને સારવાર માટે માંડવી સરકારી દવાખાને ખસેડાયા હતા.

માંડવી તાલુકાના ખરેડા ગામે નિશાળ ફળિયામાં પ્રવિણ છોટુભાઇ ચૌધરી પરિવાર સાથે રહેતા હતા. ગતરોજ પ્રવિણ ચૌધરી પોતાની સ્પ્લેન્ડર બાઇક (નં. જીજે-૫-એફએસ- ૯૨૩૯) પર ગામના માજી સરપંચ દાનસીંગ છનાભાઇ ચૌધરી અને રામલાભાઇ ચૌધરીને બેસાડી કામ અર્થે માંડવી ગયા હતા. માંડવીથી રાત્રે ૮ વાગે ત્રણેય જણા સ્પ્લેન્ડર બાઇક પર પરત ખરેડા ઘરે  જવા નીકળ્યા હતા.

દરમિયાન માંડવીથી ઝંખવાવ જતા રોડ પર સઠવાવ ગામની સીમમાં પાછળથી પૂરઝડપે આવેલી નંબર વિનાની મારૂતી અરટીકા ગાડીના ચાલક અજીત રણજીતભાઇ ગામીત (રહે. વરજાખણ, તા. માંડવી, જિ. સુરત)એ પ્રવિણ ચૌધરી સહિત ત્રણેય સવારીવાળી બાઇકને અડફટે લઇ ટક્કર મારતા રોડ પર પટકાયેલા પ્રવિણ ચૌધરીને માથામાં ગંભીર ઇજા થતાં સ્થળ પર મોત નીપજ્યું હતું.

જ્યારે પ ાછળ બેઠેલા દાનસીંગ ચૌધરી અને રામલાભાઇ ચૌધરી તેમજ અરટીકા ગાડીના ચાલક અજીત ગામીત અને અન્ય બે સવારને ઇજા થતાં  સારવાર માટે માંડવી સરકારી દવાખાને લઇ ગયા હતા. જ્યાંથી બે જણાને વધુ સારવાર માટે સુરત લઇ ગયા હતા. અકસ્માતના બનાવ અંગે માંડવી પોલીસે ગાડીના ચાલક અજીત ગામીત વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(6:51 pm IST)