Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

દમણ -દીવ વચ્ચે હેલીકૉપટર સેવાનો થશે પ્રારંભ :24મીએ વડાપ્રધાન મોદી કરશે લોકાર્પણ

સંઘ પ્રદેશ દમણને દુલહનની માફક શણગારાયું :પીએમ બન્યા બાદ પહેલીવાર આવતા નરેન્દ્રભાઈને આવકારવા અનેરો થનગનાટ

 

દમણઃ દમણ અને દીવ વચ્ચે હેલીકૉપટર સેવાનો પ્રારંભ થઇ રહયો છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આગામી 24મી ફેબ્રુઆરીના રોજ રાજ્યના પડોશના સંઘ પ્રદેશ દમણમાં આવી રહ્યાં છે. પીએમ બન્યા બાદ મોદી પ્રથમ વખત દમણ આવી રહ્યાં હોવાથી પ્રદેશનું પ્રશાસન અને લોકો પ્રધાનમંત્રીને આવકારવા થનગની રહ્યાં છે. પીએમને આવકારવા અને સ્વાગત માટે દમણને દુલ્હનની જેમ શણગારવામાં આવી રહ્યું છે

 

(11:50 pm IST)