Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

વડોદરામાં પારુલ ઇન્સ્ટિટ્યૂટના કર્મચારીનો કારમાંથી રહસ્યમય હાલતમાં મૃતદેહ મળ્યો

મૃતક હરીશભાઇના મોંઢામાં, બંને ખભા ઉપર અને શરીરના પાછળના ભાગે ઇજાના નિશાન

 

વડોદરાની પારૂલ ઇન્સ્ટીટ્યુટમાં એકાઉન્ટ શાખામાં ફરજ બજાવતા કર્મચારીનો મૃતદેહ મળ્યો હતો. કમાટીબાગ અમૂલ પાર્લર પાસે પાર્ક કરેલી પોતાની કારમાંથી રહસ્યમય હાલતમાં મૃત મળી આવ્યો હતો. મૃતક હરીશભાઇ રાણા પારૂલ ઇન્સ્ટીટ્યૂટમાં છેલ્લા 6 વર્ષથી હોમીયોપેથી વિભાગમાં એડમિનીસ્ટ્રેટીવ નોકરી કરતા હતા. અને છેલ્લા બે માસથી એકાઉન્ટ વિભાગમાં નોકરી કરતા હતા

 

  મૃતક હરીશભાઇના મોંઢામાં, બંને ખભા ઉપર તેમજ શરીરના પાછળના ભાગે ઇજાના નિશાન હોવાનો આરોપ છે. સયાજીગંજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી લાશને પોષ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપી હતી. અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

(10:53 pm IST)