Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

નવા સ્થળે ઈન્ડિયન સિરેમિકસ એન્ડ સિરેમિકસ એશિયા ૨૦૧૮ની પ્રિમિયર એડિશનનું ટૂંક સમયમાં ઉદ્ઘાટન

અમદાવાદઃ મેશે મુનચેરમાં એકિઝબિશન ગ્રુપ ડિરેકટર સિરેમિક મશીનરક ટ્રેડ શો ડો.રોબર્ટ શોનબર્જર કહે છે,અમે ૨૦૧૬થી સિરેમિકસમાં સતત પોઝિટિવ મૂડ નોંધ્યો છે. આ વર્ષે ૨૦૧૮માં ફરી એકવાર એકિઝબિશન સ્પેસ માટે માંગ વધી છે. ઈવેન્ટના પ્રોફેશનલ લૂકને વધારવાપ, અમે નવું વિશાળ લોકેશન મેળવવા નકકી કર્યું હતું. અગાઉનું સ્થળ, ગુજરાત યુનિવર્સિટી એકિઝબિશન હોલ, અમદાવાદ હતું, જયાં ઓર્ગેનાઈઝર્સ સતત એકિઝબિટર્સ અને વિઝિટર્સની સંખ્યા વધવાના કારણે તેમાં લોકોને વધુ પ્રમાણમાં સમાવી (વર્ષ ૨૦૧૭:૨૮૩ એકિઝબિટર્સ અને ૭૧૧૦ વિઝિટર્સ) શકતા નહોતા. સ્થલ બદલાવાનો નિર્ણય ઘણો યોગ્ય રહ્યો છે, કેમ કે જે જગ્યા હવે મળશે તે આ વર્ષે સંપૂર્ણપણે ઓકયુપાઈ થઈ ગઈ છે. આ પ્રક્રિયામાં, મોટી સંખ્યામાં એકિઝબિટર્સને તેમની બૂથ સ્પેસમાં ૩૦ ટકા વધારો મળી શકયો છે.

(3:44 pm IST)