Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

ઓરિએન્ટ ઈલેકિટ્રકે વિશ્વસ્તરીય વિંગ્લેટ ટેકનોલોજી અને એરોફોઈલ ડિઝાઈન સાથે પ્રિમિયમ ફેન એરોફૂલ લોન્ચ

અમદાવાદ : ૧.૬ બિલિયન યુએસ ડોલરનું કદ ધરાવતા વૈવિધ્યસભર  સીકે બિરલા ગ્રુપની કંપની ઓરિએન્ટ ઈલેકિટ્રકે આજે એરોકૂલ સુપર પ્રિમિયમ સિલિંગ ફેન લોન્ચ કરવાની જાહેરાત કરી છે, જે ૩૦૦ સીએમએમ સાથે સૌથી વધુ એર ડિલિવરી તથા લઘુત્તમ એર વોર્ટેકસ અને સાઉન્ટની ખાતરી આપે છે. ઝડપથી વિકસી રહેલા પ્રિમિયમ સેગમેન્ટ્સમાં પોતાની સ્થિતીને વધુ મજબૂત કરવાની કંપનીની યોજના અંતગર્ત નવી પ્રોડકટ લોન્ચ કરવામાં આવી છે. ઓરિએન્ટ એરોકૂલ તાજેતરમાં લોન્ચ કરાયેલા એરોસ્ટ્રોમ ફેનની શ્રેષ્ઠ ટેકનોલોજીને વધુ આગળ લઈ જઈ રહ્યું છે અને તે આકર્ષક દેખાવ, એરોફોઈલ બ્લેડ ડિઝાઈન, વિંગ્લેટ ટેકનોલોજી અને અનોખા બોટમ કેનોપી જેવી વિશેષતાઓ ધરાવે છે.

આ લોન્ચ અંગે પ્રતિક્રિયા આપતા ઓરિએન્ટ ઈલેકિટ્રકના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ અને બિઝનેસ હેડ, ફેન, અતુલ જૈન જણાવ્યું હતું કે, અમારી એરોસિરિઝ ફેનની શ્રેણીને દેશભરમાંથી સ્વિકૃતિ મળી રહી હોવાનું જણાવતા હું ખુશી અનુભવું છું. દક્ષિણ ભારતમાં તમિળ નાડુ, આન્ધ્ર પ્રદેશ, કેરળ અને કર્ણાટક તથા પશ્ચિમમાં ગુજરાત અને મહારાષ્ટ્ર, ઉત્તરમાં દિલ્હી, યુપી, પંજાબ અને રાજસ્થાન જેવા કંપની માટે અત્યંત મહત્વપૂર્ણ માર્કેટ્સ તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. એરોસ્ટ્રોમ ફેન માટે તાજેતરમાં એમેઝોન સાથેનું અમારું જોડાણ સફળ રહ્યું છે અમે એમેઝોન ગ્રેટ ઈન્ડિયન સેલ (૨૧થી ૨૪ જાન્યુઆરી) દરમિયાન અમે એમેઝોન ઉપર પ્રિમિયમ સિલિંગ ફેનમાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે.

(3:43 pm IST)