Gujarati News

Gujarati News

News of Sunday, 21st November 2021

વજેરીયા ગામની સગીરાને છેડછાડ કરી ધમકી આપનાર યુવાન વિરુદ્ધ ફરીયાદ દાખલ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના વજેરિયા ગામમાં સગીર વયની દીકરીની છેડછાડ કરનાર યુવાન વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ થતા ગુનો દાખલ થયો છે.
મળતી માહિતી મુજબ વજેરિયા ગામમાં રહેતી એક સગીર વયની દીકરી પોતાના ઘરની બહાર રાત્રે 11.30 વાગે બાથરૂમ ગયા બાદ પરત ઘરમાં જતી હતી ત્યારે તેમના ઘરની આગળના ભાગે જાબીલશા બશીરશા દિવાન (રહે.વજેરીયા )ઓ આવી સગીરનો હાથ પકડી છેડછાડ કરી જબર જસ્તી કરી હોય આ માટે સગીરાની માતા તથા મામી યુવાનને કહેવા જતા તેમને ગાળો આપી થાય તે કરી લેજો તેવી ધમકીઓ આપી હોય તિલકવાડા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

(10:33 pm IST)