Gujarati News

Gujarati News

News of Sunday, 21st November 2021

ગુજરાતના વાપી અને સરીગામ, સિલ્વાસા અને મુંબઈમાં રસાયણોના ઉત્પાદન અને રિયલ એસ્ટેટના કારોબારમાં સંકળાયેલા ગુજરાતના અગ્રણી ઉદ્યોગપતિ ગ્રુપ પર સર્ચ અને જપ્તી

આવકવેરા વિભાગે ૧૮ નવેમ્બરના ​​રોજ રસાયણોના ઉત્પાદન અને રિયલ એસ્ટેટના કારોબારમાં રોકાયેલા ગુજરાતના અગ્રણી ઉદ્યોગપતિ ગ્રુપ પર સર્ચ અને જપ્તી કામગીરી હાથ ધરી છે.  સર્ચ એક્શનમાં ગુજરાતના વાપી અને સરીગામ, સિલ્વાસા અને મુંબઈમાં પણ ૨૦ થી વધુ જગ્યાઓ આવરી લેવામાં આવી હતી.

દસ્તાવેજો, ડાયરી નોટિંગ્સ અને ડિજિટલ ડેટાના રૂપમાં મોટી સંખ્યામાં ગુનાહિત પુરાવાઓ, જે જૂથ દ્વારા મોટી બિનહિસાબી આવકની કમાણી અને સંપત્તિમાં તેનું રોકાણ દર્શાવે છે, તે મળી આવ્યા છે અને જપ્ત કરવામાં આવ્યા છે.  

આ પુરાવાઓ સ્પષ્ટપણે વિવિધ મોડસ-ઓપરેન્ડી અપનાવીને કરપાત્ર આવકની ચોરી સૂચવે છે. જેમ કે ઉત્પાદન છુપાવવું, માલની વાસ્તવિક ડિલિવરી મેળવ્યા વિના બોગસ ખરીદી ઇન્વૉઇસનો ઉપયોગ, બોગસ જીએસટી ક્રેડિટ મેળવવી, બોગસ કમિશન ખર્ચનો દાવો વગેરે.  સ્થાવર મિલકતની લેવડ-દેવડમાં પણ આકારણી જૂથે ઓન-મની પ્રાપ્ત કરી છે.  આ બધાને કારણે બિનહિસાબી રોકડનું નિર્માણ થયું છે.  સર્ચ કાર્યવાહી દરમિયાન, સ્થાવર મિલકતો અને રોકડ લોનમાં રોકાણમાં રોકડ વ્યવહારો અંગેના અનેક પુરાવાઓ પણ જપ્ત કરવામાં આવ્યા છે.

સર્ચ ઓપરેશનમાં આશરે રૂ.૨.૫  કરોડની બિનહિસાબી રોકડ જપ્ત કરવામાં આવી છે   અને જ્વેલરી રૂ. ૧ કરોડની જપ્ત કરી છે  ૧૬ બેંક લોકરને કબ્જા હેઠળ રાખવામાં આવ્યા છે.

રેડ દરમિયાન મળી આવેલા દસ્તાવેજો/પુરાવાઓના પ્રારંભિક વિશ્લેષણ દર્શાવે છે કે બિનહિસાબી આવકનો અંદાજ રૂ. ૧૦૦ કરોડથી વધુ હોવાની શક્યતા છે.

(4:35 pm IST)