Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

રાણીપુરા ગામમાં પતિ,પત્ની વચ્ચે મોબાઈલ માટે થયેલી બોલાચાલીમાં પતિએ ચપ્પુ મારી પત્નીને ઘાયલ કરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રાણીપુરા ગામમાં મોબાઈલ નંબર બ્લોક લિસ્ટમાં મુકવા બાબતે પતિ પત્ની વચ્ચે થયેલી બોલા ચાલીમાં પતિએ પત્નીને ચપ્પુ મારી ઘાયલ કરતા રાજપીપળા પો.સ્ટે.માં ગુનો દાખલ થયો છે.

  પ્રાપ્ત વિગતો અનુસાર જ્યોતીબેન વિજયભાઈ વસાવા (રહે.રાણીપુરા,નવીનગરી)એ આપેલી ફરીયાદ મુજબ તા.20 ઓગસ્ટ ની સાંજે તેમણે તેમના પતિ વિજય નગીનભાઈ વસાવાને પૂછ્યું કે તમે મારો મોબાઇલ નંબર બ્લોક લીસ્ટ માં કેમ નાખી દીધો છે તેમ કહેતા પતિ એ પત્નીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ઘરમાં આવેલ દુકાનમાથી ચપુ લાવી જ્યોતિબેનની ડાબી આંખ પાસે ચપ્પુ નો એક ઘા મારી બી જો ઘા મારતા જ્યોતિબેન એ ચપ્પુ હાથ માં પકડી લેતા ઇજા કરી લોહી નિકળતા તેમણે બુમાબુમ કરતા તેમના સાસુ - સસરા ત્યાં આવી જતા વધુ મારથી બચાવી રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કર્યા હતા,આ બાબતે જ્યોતિબેન એ ફરીયાદ કરતા રાજપીપળા પોલીસે પતિ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:26 pm IST)