Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

કામરેજના નવાગામ ખાતે પરિચિત યુવતીને મદદ કરવા ગયેલો યુવાન લૂંટાયો

યુવતીની સાથી મિત્રે યુવકને મદદ ના બહાને બોલાવ્યો અને ત્રણ શખ્સોએ યુવકને લૂંટી લેતા પોલિસ ફરિયાદ

સુરતના સરથાણા વિસ્તારમાં રહેતો અને કાર તેમજ જમીનની દલાલી કરતા એક યુવક ને પોતાની ઓફિસની બાજુમાં કામ કરતી યુવતીને મદદ કરવું ભારે પડી ગયું યુવતીની સાથી મિત્રે યુવકને મદદ ના બહાને બોલાવ્યો અને ત્રણ ઈસમોએ આ યુવકને લૂંટી લેતા પોલિસ ફરિયાદ કરવામાં આવી

મળતી માહિતી અનુસાર મૂળ ભાવનગર જિલ્લાના અને હાલ કામરેજ તાલુકાના આંબોલી ગામે આવેલ અબર એપાર્ટમેન્ટના મકાન નંબર 108 માં રહેતા વિજયકુમાર વાલજીભાઈ પટેલ (28) નાઓ સરથાણા જકાતનાકા ખાતે ડ્રિમલેન્ડ કોમ્પલેક્ષના કાર અને જમીન લે વેચની ઓફીસ ધરાવે છે તેઓની ઓફીસની બાજુમાં આવેલ કરીયાણાની દુકાનમાં કિંજલ નામની છોકરીને વિજય ઓળખતો હતો ગત 16 ઓગસ્ટના રોજ સાંજના સમયે એકાએક કિંજલનો વિજય પર ફોન આવ્યો અને કિંજલે કહ્યું " અમે બે છોકરીઓ છીએ અમને ભાડે રૂમ જોઈએ છે તું અમને અપાવ " જેથી વિજય કિંજલને મળવા કામરેજના દાદા ભગવાનના મંદિર નજીક ગયો જ્યાં કિજલની સાથે એક તેજલ નામની યુવતી હતી જે બાદ ત્રણેય કામરેજની ખાધરા ગલીમાં પીઝા ખાવાં માટે ગયા તેજલે વિજય પાસેથી 1000 ઓછીના માગ્યા પરંતુ વિજયે નહિ આપ્યા અને ત્રણેય છુટા પડ્યા 18 ઓગસ્ટના રોજ ફરી તેજલે વિજયને 10 જેટલા ફોન કર્યા પરંતુ વિજયે નહિ ઉચકયા અંતે ફોન ઉચકતા તેજલે દાદા ભગવાન મંદિર પાસે ઉભી હોવાનું જણાવ્યું અને રૂમ ભાડા માટે 1000 રૂપિયાની માંગણી કરી હતી વિજય તેજલને 1000 રૂપિયા આપવા માગે કામરેજના દાદા ભગવાનના મંદિર નજીક ગયો કે તેંજલ સાથે અન્ય એક સ્ત્રી અને બે અજાણ્યા પુરુષો હતા જે વિજય પાસે આવ્યા અને કારની ચાવી કાઢી ગાડીના મુકેલો મોબાઈલ લઈ વિજય સાથે હાથાપાઈ કરી હતી અને બે ઈસમ પૈકી એકએ વિજયના ગળામાં પહેરેલી ત્રણ જેટલી સોનાની ચેનો તોડી બીજાને આપી હતી અને બીજો ઈસમ ઘરેણા લઈ ભાગી છૂટ્યો જ્યાર બાદ તેજલ અને વિજય લડવા લાગ્યા હતા હતો આસપાસના લોકોએ તેંજલ અને વિજયને છુટા પાડ્યા હતા વિજયે નજીકના કામરેજ પોલિસ મથકમાં અજાણ્યા ઇસમો વિરુદ્ધ 4 લાખની 3 ચેન અને મોબાઈલ લૂંટી જવાની ફરિયાદ નોંધાવી હતી પોલિસે ફરિયાદના આધારે તપાસ હાથધરી છે

(11:02 pm IST)