Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

જિલ્લા મહિલા બાળ અધિકારીની કચેરી અમદાવાદ દ્વારા ઘરેલુ

હિંસા અધિનિયમ ૨૦૦૫ સહીત મહિલાલક્ષી કાયદાકીય માર્ગદર્શન અપાયું

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ :જિલ્લા મહિલા બાળ અધિકારીની કચેરી અમદાવાદ દ્વારા ઘરેલુ હિંસા અધિનિયમ ૨૦૦૫ અને કામકાજના સ્થળે જાતીય સતામણી સામે રક્ષણ અંગે અમદાવાદ જિલ્લાના પોલીસ કોન્સ્ટેબલ બહેનો અને પોલિસ મિત્રો સાથે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઈજાજ મન્સુરી (જિલ્લા મહિલા બાળ અધિકારી), દહેજ પ્રતિબંધક અધિકારી મનહર રોજ, સોનલબેન જોષી એડવોકેટ, સામાજિક કાર્યકર મિત્તલ પટેલ (સખી વન સ્ટોપ સેન્ટર) દ્વારા બહેનોને ઘરેલુ હિંસા અધિનિયમ ૨૦૦૫ સહીત મહિલાલક્ષી કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

(6:19 pm IST)