Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

વલસાડ શહેરના બજારમાં રક્ષાબંધનના પવિત્ર તહેવારની તૈયારીઓ જોવા મળી

તમામ દુકાનોમાં મોટી સંખ્યામાં ભીડ:લોકો રક્ષાબંધનના પવિત્ર તહેવારની તૈયારીઓ માટે રાખડી ખરીદતા જોવા મળ્યા

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ : રક્ષાબંધન માત્ર રાખડીનો તહેવાર નથી પણ પ્રેમ, વિશ્વાસ અને સંબંધોની ગરિમા વધારતો તહેવાર છે. રક્ષાબંધન દર વર્ષે શ્રાવણ મહિનાની પૂનમે ધામધૂમથી ઉજવાય છે રક્ષાબંધનને લઈને બહેનો અને ભાઈઓ મહિનાઓ પહેલાથી તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે ત્યારે વલસાડ શહેરના બજારમાં આજે લોકો રક્ષાબંધનની તૈયારીઓ માટે રાખડી ખરીદતા જોવા મળ્યા હતા રક્ષાબંધનના દિવસે બહેન થાળીમાં ભાઈને બાંધવાની રાખડી,તિલક માટે કંકુ અને ચોખા રાખે છે અને મોં મીઠું કરાવવા માટે મીઠાઈ પણ રાખવા આવે છે જ્યારે બહેન ભાઈ ને રાખડી બાંધતી હોઈ ત્યારે ભાઈએ માથે નાનો રૂમાલ કે પછી ટોપી રાખતા હોય છે થાળીમાં દેશી ઘીનો દીવો અને નારિયળ રાખે છે રક્ષાબંધને તો સામાન્ય રીતે ભાઈ જ બહેનને ગિફ્ટ આપતો હોય છે
 રક્ષાબંધનનો ઉલ્લેખ મહાભારતમાં પણ મળે છે. મહાભારતની લડાઈ પહેલા શ્રીકૃષ્ણએ રાજા શિશુપાલ સામે સુદર્શન ચક્ર ઉઠાવ્યું હતું. આ દરમિયાન તેમના હાથમાં ઈજા થઈ અને લોહી વહેવા લાગ્યું આ જોઈ દ્રોપદીએ પોતાની સાડીનો છેડો ફાડ્યો અને તેને શ્રીકૃષ્ણની આંગળી પર બાંધી દીધો. બદલામાં શ્રીકૃષ્ણએ ભવિષ્યમાં આવનારી દરેક મુસિબતોથી રક્ષા કરવાનું વચન આપ્યું હતું માનવામાં આવે છે કે, એ દિવસે પણ શ્રાવણ માસની પૂનમ જ હતી એટલે, આ દિવસનું મહત્વ ઘણું વધી ગયું ત્યારે વલસાડ શહેરમાં આજે તમામ દુકાનોમાં મોટી સંખ્યામાં ભીડ જોવા મળી હતી અને લોકો રક્ષાબંધનના પવિત્ર તહેવારની તૈયારીઓ માટે રાખડી ખરીદતા જોવા મળ્યા હતા

(6:16 pm IST)