Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

તારાપુર મોટી ચોકડી નજીક આવેલ પેટ્રોલ પંપ બાજુ અજાણ્યા વાહન ચાલકે એક સાથે ત્રણ ગાયોને હડફેટે લેતા ઘટનાસ્થળેજ ગાયોના મોત

તારાપુર : તારાપુર મોટી ચોકડી પર આવેલા પેટ્રોલ પંપ નજીક કોઈ અજાણ્યા વાહને એક સાથે ચાર ગાયોને અડફેટે લેતા ત્રણ ગાયોનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું  હતું. જ્યારે એક ગાય ગંભીર રીતે ઘાયલ થતા જીવદયા પ્રેમીઓએ સ્થળ પ્રાથમિક સારવાર કરાવી હતી.

ગત મોડીરાત્રે તારાપુર મોટી ચોકડી પર પેટ્રોલ પંપ નજીક નવનિમત સિક્સ લેન હાઇવે પર અડીંગો જમાવીને બેઠેલી ગાયોને કોઈ અજાણ્યા વાહન દ્વારા અડફેટે લેવામાં આવતા ત્રણ ગાયોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજયા હતા. તથા એક ગાય ગંભીર રીતે ઘાયલ થઈ હતી. આ ઘટનાને લઇને સ્થાનિકોમાં અજાણ્યા વાહનચાલક સામે આક્રોશ જોવા મળ્યો હતો. બનાવની જાણ થતાં સ્થાનિક જીવદયાપ્રેમીઓ દ્વારા સ્થળ પર જઇ ગંભીર ઇજાગ્રસ્ત ગાયને પ્રાથમિક સારવાર કરાવવામાં આવી હતી.  તારાપુર ખાતે નવનિમત સિક્સ લેન હાઈવે પર અવારનવાર વાહન અકસ્માતે ગાયોના મોતનો સિલસિલો યથાવ રહ્યો છે. થોડા દિવસો પહેલા પણ ચારેક ગાયોના વાહન ની ટક્કરે મોત થયા હતા. તારાપુર હાઈવે પર મોટાપાયે ગાયોના ટોળા સવારથી જ અડીંગો જમાવીને બેસી જાય છે. અંધારામાં બેઠેલી ગાયોના ટોળા વાહન ચાલકોને રાત્રે સામે આવતા વાહનની લાઈટોના પ્રકાશમાં દેખાતા નથી. જેને લઇને તારાપુર હાઈવે પર અવારનવાર અકસ્માતે ગાયોના મોત ના બનાવો બનતા હોવાનું જોવા મળે છે. અવાર નવાર વાહન અકસ્માતે ગાયોના મોતને લઇને તારાપુર મોટી ચોકડી પર પશુઓ માટે ની ઇમરજન્સી વેટરનરી એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવે તેવી જીવદયા પ્રેમીઓ માંગ કરી રહ્યા છે.

(5:18 pm IST)