Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

રાજપીપળામાં સરકારની ગાઈડલાઈન સાથે અલગ અલગ વિસ્તારના તાજીયા નીકળ્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા સહીત નર્મદા જિલ્લામાં આ વર્ષે ઝુલુસની ઉપરથી પરવાનગી ન મળતા સરકારી ગાઈડલાઈન ના પાલન સાથે રાજપીપળા શહેરમાં નાના મોટા અલગ અલગ વિસ્તારોના તાજીયા સાદાઈથી ફર્યા હતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પોત પોતાના વિસ્તારના લોકોએ ગાઈડલાઈન મુજબના વ્યક્તિઓ સાથે સાંજે છ વાગ્યાથી તાજીયા નીકળવાની શરૂઆત થઈ હતી.આજે સવારથી શહેર ના અલગ અલગ પોઈન્ટો ઉપર પોલીસ ખડે પગે બંદોબસ્તમાં ગોઠવાઈ ગઈ હતી.આમ સરકારી ગાઈડલાઈનના પાલન સાથે મોહરમના પર્વમાં શાંતિપૂર્ણ રીતે તાજીયા કાઢવામાં આવ્યા હતા

 

(10:24 pm IST)