Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

ભરૂચના ઐતિહાસિક ગોલ્‍ડન બ્રિજ ઉપર વહેલી સવારે ખુશનુમા વાતાવરણમાં ૧ હજાર યોગવીરો દ્વારા યોગાસન

ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્‍ય દંડક દુષ્‍યંત પટેલ સહિતની ઉપસ્‍થિત

ભરૂચ તા.ર૧ : ભરૂતમાં આજે આંતરરાષટ્રીય યોગ દિવસના ઐતિહાસિક ગોલ્‍ડન બ્રિજ ઉપર અનોખી ઉજવણી કરાઇ હતી.

8માં વિશ્વ યોગ દિવસની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ભરૂચમાં યોગ દિવસની અનોખી રીતે ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.યોગની ઉત્પત્તિ ભારતીય સંસ્કૃતિમાંથી થઈ છે.

લગભગ 5000 વર્ષ પહેલાથી લોકો યોગાભ્યાસ કરતા આવ્યા છે.જેના ભાગરૂપે ભરૂચના ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ ખાતે વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ ઉજવણીમાં 1 હજાર યોગવીરો સહભાગી બન્યા હતા.આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ, જિલ્લા સમાહર્તા ડો,તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરી, ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો લીના પાટીલ, જિલ્લા વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રાણા,નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓ સહિત યોગવીરો સાથે યોગાસન કર્યા હતા

(5:50 pm IST)