Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

વિરમગામના ઐતિહાસિક મુનસર તળાવ ખાતે ભાજપ દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ

ભાજપના હોદ્દેદારો કાર્યકર્તાઓ દ્વારા વિવિધ યોગ-પ્રાણાયામ, આસન સૂક્ષ્મ વ્યાયામ, સૂર્ય નમસ્કાર કરવામાં આવ્યા

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : વિશ્વ યોગ દિવસની ભારત સહિત સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેરમાં આવેલા ઐતિહાસિક મુનસર તળાવમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ૨૧મી જૂને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જાળનાથ મહાદેવ મુનસર તળાવના કિનારા પર ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તાઓ દ્વારા વિવિધ યોગ-પ્રાણાયામ, આસન સૂક્ષ્મ વ્યાયામ, સૂર્ય નમસ્કાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લા ભાજપ મહામંત્રી નવદીપભાઇ ડોડીયા, વિરમગામ નગરપાલિકાના પ્રમુખ ચેતનભાઇ રાઠોડ, ઉપપ્રમુખ દીપાબેન ઠક્કર, વિરમગામ શહેર ભાજપ પ્રમુખ નરેશભાઇ શાહ, મહામંત્રી દેવાભાઈ ઠાકોર,હિતેશભાઈ આચાર્ય, હિતેશભાઈ મુનસરા, ડો. નયનાબેન સારડા,  ગીતાબેન મકાસણા, હસુમતીબેન પટેલ, વિજયસિંહ ચાવડા સહિત ભાજપના વિવિધ હોદ્દેદારો કાઉન્સિલર ઉપસ્થિત રહ્યા હતા.

(12:21 pm IST)