Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

સાણંદના સબ રજિસ્ટ્રાર જીતેન્દ્ર પટેલના સાગરીત 11 લાખની લાંચ લેતા ઝડપાયો

બાકી રહેલ દસ્તાવેજ મેળવવા સારૂ ત્રણ દસ્તાવેજના 18 લાખ માંગ્યા રકઝકના અંતે 11 લાખ નક્કી કરાયા

અમદાવાદ :ત્રણ દસ્તાવેજનું કામ રાખેલ હતુ જે ત્રણ દસ્તાવેજ પૈકી બે દસ્તાવેજ ફરિયાદીને નોંધણી કરીને છોડી આપવા માટે જીતેન્દ્રકુમાર વિષ્ણુભાઇ પટેલ( સબ-રજીસ્ટ્રાર વર્ગ-૩, સબ-રજીસ્ટ્રારની કચેરી, મહેસુલ ભવન, સાણંદ જી-અમદાવાદ) લાંચની માંગણી કરતા ફરિયાદીએ એસીબીને જાણ કરતાસબ રજિસ્ટ્રાર જીતેન્દ્ર પટેલના સાગરીત 11 લાખની લાંચ લેતા ઝડપાયો છે 

    આરોપી  જીતેન્દ્રકુમાર વિષ્ણુભાઇ પટેલ)( સબ-રજીસ્ટ્રાર વર્ગ-૩, સબ-રજીસ્ટ્રારની કચેરી, મહેસુલ ભવન, સાણંદ જી-અમદાવાદ  ) વતી મોમીન રિઝવાન ગુલામ રસુલ (ખાનગી વ્યક્તિ) રૂ.૧૧,૦૦,૦૦૦ની લાંચ લેતા મહેસુલ ભવન, સાણંદ જી-અમદાવાદ, સબ-રજીસ્ટ્રારની કચેરી   ખાતે રંગેહાથ ઝડપાયો હતો 

 ફરિયાદીએ ત્રણ દસ્તાવેજનું કામ રાખેલ હતુ જે ત્રણ દસ્તાવેજ પૈકી બે દસ્તાવેજ ફરિયાદીને આ કામના આરોપી નં.૧ નાએ નોંધણી કરી છોડી આપેલ અને એક દસ્તાવેજ ફરિયાદીને છોડી આપેલ નહી જેથી ફરિયાદી તેઓના બાકી રહેલ દસ્તાવેજ મેળવવા સારૂ આરોપી નં.૧ ને મળતા આરોપી નં.૧ દ્વારા અગાઉ છોડી આપેલ બે દસ્તાવેજો તથા એક દસ્તાવેજ જે છોડવાનો બાકી છે તે ગણી ત્રણેય દસ્તાવેજના અવેજ પેટે રૂ.૧૮,૦૦,૦૦૦/- ની લાંચની માગણી કરેલ, રકજકના અંતે રૂ.૧૧,૦૦,૦૦૦  નક્કી થયેલ જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોય ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરતા લાંચના છટકાનું આયોજન કરતા આરોપી નં. ૧ ના કહેવાથી આરોપી નં.૨ નાએ લાંચના નાણાં રૂ.૧૧,૦૦,૦૦૦/- સ્વીકારી પકડાઈ જઈ બંન્ને આરોપીઓએ એકબીજાની મદદગારી કરી, ગુનો કરી પકડાઈ ગયા હતા
ઉપરોકત બન્ને આરોપીઓને એસીબીએ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
ટ્રેપ કરનાર અધિકારી એચ. બી. ચાવડા, પો. ઈન્સ.ગાંધીનગર એસીબી પો.સ્ટે. જયારે
સુપરવિઝન અધિકારી  શ્રીમતિ દિવ્યા રવિયા જાડેજા, મદદનીશ નિયામક, ફિલ્ડ-૨, એસીબી અમદાવાદ. તથા  એ.કે.પરમાર, મદદનીશ નિયામક, એસીબી ગાંધીનગર એકમ હતા

(11:29 pm IST)