Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

ડિઝલ ચોરી પકડાઈ: કપરાડા પોલીસે 15.78નો માલ પકડયો:ડિઝલ ચોરી ગેંગના 3 પોલીસને જોઈ ઊભી પૂંછડીએ ભાગ્યા

જિલ્લા પોલીસ વડા ડો.રાજદીપસિંહ ઝાલા દ્વારા અપાયેલ સુચના અને માર્ગદર્શન હેઠળ કપરાડા પોલીસ મથકના પીએસઆઇ ડી.આર.ભાદરકાની ટીમને સફળતા

dir="ltr"> 
(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ : કપરાડા વિસ્તારમાં ડિઝલ ચોરી સામે પોલીસે લાલ આંખ કરી છે પોલીસને જોતા ગેંગ ના 3 ફરાર થઈ ગયા હતા ધાબા બહાર પાર્કિંગમાં ટ્રકની બાજુમાં ટ્રક ઉભી કરી ડીઝલ ચોરતી ગેંગના ત્રણ આરોપીઓ કપરાડા પોલીસને જોઇ ફરાર થઇ ગયા હતા. પીછો કરતા તેઓ ગાડી રસ્તાની બાજુમાં છોડીને નાસી જતા પોલીસે ટ્રકમાંથી 840 લીટર ડીઝલ સહિત રૂ.15.78 લાખનો મુદ્દામાલ કબજે લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.જિલ્લા પોલીસ વડા ડો.રાજદીપસિંહ ઝાલા દ્વારા અપાયેલ સુચના અને માર્ગદર્શન હેઠળ કપરાડા પોલીસ મથકના પીએસઆઇ ડી.આર.ભાદરકા તથા અહેકો રવિન્દ્રભાઇ રામસીંગભાઇ, પોકો બિપીન લીલુભાઇ, પોકો મુકેશ પ્રતાપસિંહ અને જીગ્નેશ રમણભાઇ બુધવારે નાઇટ પેટ્રોલીંગમાં ફરી રહ્યા હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે, ટ્રક નંબર એમપી-07-એચબી-2545 માં કેટલાક ઇસમો બેસેલા છે અને હોટેલ-ધાબા ઉપર પાર્કિંગ કરેલ ટ્રકોમાંથી ડીઝલ ચોરી કરવા માટે જઇ રહ્યા હોવાની શંકા છે. જે ટ્રક કપરાડા નાશીક રોડ ઉપર કુમ્ભઘાટ તરફ રીટર્ન જઇ રહ્યા હોવાની માહિતી મળતા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર દોડી ગઇ હતી. જ્યાં આ ટ્રક નાનાપોંઢા ધરમપુર તરફ જતા જોઇ તેને રોકવાનો પ્રયત્ન કરાયો હતો.પરંતુ તેઓ ધરમપુર તરફ ભાગતા પોલીસે તેનો પીછો ચાલુ રાખતા દરમિયાન ધરમપુર માલનપાડા ગામે પહોંચતા ટ્રકના ચાલકે ગાડીને રોડની સાઇડમાં નીચે ઉતારી દીધેલ અને અંદર બેસેલા ચાલક સાથે અન્ય બે ઇસમો તેમાંથી કુદીને રાત્રિના અંધારામાં ઝાડી ઝાંખરામાં આડા અવડા થઇ ભાગી ગયા હતા. ટ્રકમાં જોતા 35 લીટર ડીઝલ ભરેલા કેરબા નંગ-24 જે કુલ ડીઝલ લીટર 840 કિં.રૂ.78000 તથા ખાલી કેરબા નંગ-06, ડીઝલ કાઢવાની પાઇપ અને ટાટા કંપનીનો 10 વ્હીલ વાળો ટ્રક કિં.રૂ.15,00,000 મળી કુલ રૂ.15,78,600નો મુદ્દામાલ કબજે લઇ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.જયારે ટ્રકના બોડીની બંને બાજુ દરવાજો રાખતા હતા ફરાર થનારા આરોપીઓ ખુલ્લા ટ્રકમાં આવી રોડ ઉપર તથા હોટેલ-ધાબાના પાર્કિંગમાં રાખેલ ટ્રકની બાજુમાં પોતાનો ટ્રક રાખી જે ટ્રકના બોડીની બંને સાઇડો મોડીફાઇડ કરી નાના દરવાજા બનાવીને ત્યાંથી ગાડીના આડાસમાં ડીઝલ કાઢી તેની ચોરી કરતા હોવાનું બહાર આવ્યું છે. હાલ આ ગેંગમાં ફરાર આરોપીઓ સિવાય અન્ય કેટલાક આરોપીઓ સામેલ છે તેની તપાસ પોલીસે હાથ ધરી છે.
(1:05 pm IST)