Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

પ્રદેશ ભાજપ શિસ્‍ત સમિતિનું અધ્‍યક્ષ પદ પ્રથમ વખત રાજકોટ જિલ્લામાં : મોહનભાઇ ન્‍યાય તોળશે

પુષ્‍પદાન ગઢવી, કનુભાઇ માવાણી, ભરત બારોટ અને જયાબેન ઠક્કર સભ્‍ય

રાજકોટ તા. ૨૧ : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા પ્રદેશ શિસ્‍ત સમિતિની રચના કરવામાં આવી છે. જેના અધ્‍યક્ષ પદે સાંસદ મોહનભાઇ કુંડારિયા તથા સભ્‍ય પદે પૂર્વ સાંસદો પુષ્‍પદાન ગઢવી અને જયાબેન ઠક્કર, પૂર્વ ધારાસભ્‍ય કનુભાઇ માવાણી તથા પૂર્વ ગ્રામ વિકાસ મંત્રી ભરત બારોટની વરણી કરવામાં આવી છે.
શિસ્‍ત સમિતિનું અધ્‍યક્ષ પદ પ્રથમ વખત રાજકોટ જિલ્લાના ભાગે આવ્‍યું છે. જવાબદાર કાર્યકરો દ્વારા ગેરશિસ્‍ત થાય ત્‍યારે સર્વગ્રાહી તપાસ કરી પાર્ટીને અહેવાલ આપવાનું કામ શિસ્‍ત સમિતિના ભાગે હોય છે. અહેવાલના આધારે પાર્ટી શિસ્‍ત ભંગના પગલા નક્કી કરે છે.

 

(11:38 am IST)