Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

વડોદરાના સિંધરોડ પર શેરખી ગામ પાસે ટ્રક અને ઇકો કાર વચ્ચે અકસ્માતમાં મેડિકલ કોલેજની બે છાત્રા સહીત ત્રણના મોત

કરમસદ મેડિકલ કોલેજની મૈત્રી રાજપૂત અને વૃંદા પાટીલ અને કાર ચાલક હેમરાજનું કરૂણમોત ;કરમસદથી વડોદરા જતા રસ્તામાં અકસ્માત નડ્યો

વડોદરા નજીક સિંધરોડ પર શેરખી ગામ પાસે ટ્રક અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાતા મેડિકલ કોલેજની બે છાત્રા સહીત ત્રણના કરૂણમોત નિપજ્યા છે અકસ્માતમાં મૃત્યુ પામનાર કરમસદ મેડિકલ કોલેજના એમબીબીએસ અને ફિઝીયોથેરાપીમાં અભ્યાસ કરતી હતી તેમજ ઇકો કારના ચાલકનુ મોત નિપજ્યું હત

   અકસ્માતમાં મૃત્યુ પામનાર બન્ને વિદ્યાર્થિનીઓના પરિવારજનો અને મિત્ર વતૃળોને જાણ થતા તેઓ તાત્કાલીક સયાજી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા.કારમાં સવાર અન્ય 6 જેટલી વિદ્યાર્થિનીઓને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

  જાણવા મળતી વિગત મુજબ આણંદ સ્થિત કરમસદ ખાતેની ક્રિષ્ણા મેડિકલ કોલેજમાં ફિઝીયોથેરાપી અને એમબીબીએસનો અભ્યાસ કરતી 8 જેટલી વિદ્યાર્થિનીઓ બપોરે 1: 15 વાગ્યાની આસપાસ કરમસદથી વડોદરા આવવા માટે ઇકો કારમાં સવાર હતી.જ્યાં 2: 30 વાગ્યાની આસપાસ સિંધરોટ ભીમપુરા નજીક આવેલા શેરખી ગામ પાસે સામે તરફથી આવી રહેલા ટ્રકના ચાલકે અચાનક સ્ટિયરીંગ પર કાબુ ગુમાવતા ઇકો કાર સાથે ધડાકાભેર ભટકાઇ હતી. ટ્રક અને ઇકો કાર વચ્ચે અક્સમાત સર્જાતા કાર ધડાકાભેર બાજૂની કોતરમાં પછડાઇ હતી.

   અકસ્માતને પગલે કારમાં સવાર કરમસદ મેડિકલ કોલેજની 8 પૈકીની ફિઝીયોથેરાપીમાં અભ્યાર કરતી મૈત્રી રાજપૂત અને ઇકો કારના ચાલક હેમરાજનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ. અક્સમાત સર્જાતા આસપાસના ગ્રામજનો અને રાહદરીઓની ભારે ભીડ એકઠી થઇ હતી.કારમાં સવાર અન્ય ઇજાગ્રસ્ત વિદ્યાર્થિનીઓને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે ગોત્રી હોસ્પિટલ ખસેડાઇ હતી જ્યાં ટુંકી સારવાર દરમિયાન એમબીબીએસમાં અભ્યાસ કરતી વૃંદા મનોજભાઇ પાટીલ (20)નું મોત નિપજ્યુ હતુ. જ્યારે અકસ્માતમાં ગંભીર ઇજા પામેલા સાક્ષી, તૃષા, પલક, દ્રષ્ટી, તનવી અને નીતુને ગોત્રી મેડિકલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામા આવ્યાં છે.

(9:31 pm IST)