Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

મધ્યપ્રદેશના રાજ્યપાલપદે નિયુક્ત આનંદીબેન પટેલનો ભાજપ દ્વારા સન્માન સમારોહ યોજાયો

કોબા ખાતે યોજાયેલ સમારોહમાં મુખ્યમંત્રી,નાયબ મુખ્યમંત્રી,પ્રદેશ પ્રમુખ સહિતના ઉપસ્થિત

અમદાવાદ:રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને તેમને હવે બંધારણીય પદ માટે મધ્યપ્રદેશ મૂકવામાં આવ્યા છે.મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે 23મી જાન્યુઆરીએ કારભાર સંભાળશે.આજે ભાજપ દ્વારા આનંદીબેન પટેલનો સન્માન સમારંભ યોજાયો હતો કોબા ખાતે યોજાયેલ સન્માન સમારોહમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી સહિતના ઉપસ્થિત રહ્યાં હતા સન્માન સમારોહમાં આનંદીબેન પેટેલે તેમના ગુજરાતમાં રાજકારણના અનુભવો વર્ણવ્યા હતા.

(8:58 pm IST)