Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

કલાકાર યોગેશ ગઢવીનું રાષ્ટ્રપતિના હસ્તે સન્માનઃ વડાપ્રધાન સાથે સજોડે મુલાકાત

ગુજરાત રાજય સંગીત નાટક અકાદમીના અમદાવાદ સ્થિત પૂર્વ અધ્યક્ષ લોકસાહિત્ય ક્ષેત્રના જાણીતા કલાકાર શ્રી યોગેશ ગઢવીનું રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદના હસ્તે એવોર્ડ આપી સન્માન કરાયેલ તે પ્રસંગની તસ્વીર. બીજી તસ્વીર તેઓ તથા જીવનસંગીની શ્રીમતી આરતીબેને વડાપ્રધાન શ્રી મોદીની શુભેચ્છા મુલાકાત લીધેલ તે પ્રસંગેની છે.

રાજકોટ તા.૨૦: સંગીત નાટક અકાદમી દિલ્હી દ્વારા યોગેશ ગઢવી (બોક્ષા)ને રાષ્ટ્રીય એવોર્ડ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે એનાયત કરાયો હતો.

રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત સમારોહમાં લોકસાહિત્ય સંગીત ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપનાર હસ્તીઓને સન્માનિત કરવાના આ સમારંભમાં દેશના ૪૪ કલાકારોનું સન્માન કરાયું હતું. શ્રી ગઢવી છેલ્લા ઘણા વર્ષોથી લોકડાયરો, કથાઓ, સંતવાણી સહિતના કાર્યક્રમો દ્વારા સમાજને સાચો સંદેશ આપવાની સાથે સાંસ્કૃતિક ચેતનાનો સંચાર કરતા રહ્યા છે.

આ અવસરે યોગેશભાઇ ગઢવી ધર્મપત્ની આરતીબેન બોક્ષા સાથે પીએમઓની મુલાકાત લઇ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને મળ્યા હતા. શ્રી બોક્ષાને રાષ્ટ્રપતિના હસ્તે રૂ.૧ લાખ અને સન્માનપત્રથી સન્માનિત કરાયા હતા. આ સિદ્ધિ બદલ કોડાયથી ગંગામાએ આશિષ આપ્યા હતા. કચ્છ ચારણ સમાજના પ્રમુખ વિજયભાઇ ગઢવીએ શુભેચ્છા પાઠવી હતી શ્રી ગઢવી પર અભિનંદન વર્ષો (મો.૯૮૨૫૫ ૭૬૮૦૭) થઇ રહી છે.

(12:33 pm IST)