Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

હિન્દુત્વ અને ગૌહત્યા માટે લાડનારાને સરકાર હેરાન કરે છે :તાકાત હિંદુત્વમાં છે સરકારમાં નહીં : સ્વામી ચક્રપાણી

હિન્દૂ મહાસભાના અધ્યક્ષ ચક્રપાણીના કેન્દ્રની ભાજપ સરકાર સામે આકરા પ્રહાર ;ચક્રપાણી અને ડો,તોગડીયા વચ્ચે એક કલાક ચર્ચા

અમદાવાદ ;હિંદૂ મહાસભાના અધ્યક્ષ સ્વામી ચક્રપાણિ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે જેના કારણે સરકાર બની છે તેવા હિન્દુત્વ અને ગૌહત્યા માટે લડનારાને સરકાર હેરાન કરે છે તેઓએ ખરી તાકાત હિંદુત્વમાં છે સરકારમાં નહીં તેવી ગર્ભિત ચીમકી ઉચ્ચારી કહ્યું હતું કે અંગે સરકાર જો પોતાની નીતિ નહિં બદલાવે તો તમામ વિષયો પર આગામી સમયમાં કેંદ્ર સરકાર સામે આંદોલન કરાશે.

   વિશ્વ હિંદુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ પ્રવિણ તોગડીયાના ગુમ થવા પછી નાટકિય રીતે શાહીબાગની ચંદ્રમણિ હોસ્પિટલમાં મળી આવવા બાદ અનેક લોકો તેમને મળવા માટે પહોંચી રહ્યા છે ત્યારે હિંદુ મહાસભાના અધ્યક્ષ સ્વામિ ચક્રપાણી મળવા પહોંચ્યા હતા. બંને નેતાઓ વચ્ચે એક કલાક સુધી ચર્ચા થઇ હતી મુલાકાત પછી સ્વામી ચક્રપાણીએ પત્રકારો સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે સરકારમાં નહીં હિન્દુત્વમાં તાકાત છે.પ્રવીણ તોગડિયા હિંદૂત્વ માટે જીવન જીવ્યા છે

સ્વામી ચક્રપાણીએ વધુંમાં કહ્યું હતું કે સરકારે આવા કાવતરા કરવા જોઈએ. ગૌરક્ષકો અને રામમંદિરની વાત કરનારા સામે કાર્યવાહી બરોબર નથી. ગૌરક્ષા અને રામમંદિર સહિતના મુદ્દે આગામી સમયમાં દેશભરમાં કેન્દ્ર સરકાર સામે આંદોલન કરાશે.

(9:03 am IST)