Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

વાપીમાં 7 વર્ષની પુત્રીએ પિતાને અગ્નિદાહ આપી ફરજ નિભાવી

ખેડૂતનું હાર્ટ એટેકથી નિધન થયા બાદ 7 વર્ષની પુત્રીએ કર્યા અગ્નિ સંસ્કાર

વલસાડઃ હિન્દુ સંસ્કૃતિની પરંપરા મુજબ માતા-પિતાને પુત્ર કાંધ આપી અગ્નિદાહ આપે છે. પરંતુ આ પરંપરામાં હવે પરિવર્તન આવી રહ્યુ છે. પુત્ર ન હોવાના સંજોગોમાં હવે દિકરીઓ પણ પિતાને કાંધ આપી અગ્નિદાહ આપે છે. વાપીમાં આવા જ એક પિતાને તેની 7 વર્ષની પુત્રીએ અગ્નિદાહ આપી પુત્રી તરીકેની ફરજ નિભાવી હતી.

   વાપી કોળીવાડમાં ખેડૂતનું હાર્ટ એટેકથી નિધન થયા બાદ 3 અને 7 વર્ષની બંને દિકરીઓએ પિતાને કાંધ આપી અગ્નિદાહ આપી પોતાની ફરજ નિભાવી હતી. વાપી કોળીવાડ બોરડી ફળિયામાં રહેતાં ભરતભાઇ ચંદુભાઇ પટેલનું ગુરૂવારના રોજ હાર્ટ એટેક આવી જતાં મોત થયુ હતું.જેમને સંતાનમાં બે પુત્રી છે. જેની ઉમંર 3 અને 7 વર્ષની છે. આપણાં સમાજમાં પિતાને પુત્રને અગ્નિદાહ આપે તેવી પરંપરા છે, પંરતુ બંને નાની દિકરીઓ પિતાને કાંધ આપવા આગળ આવી હતી.
આ મૃત્યુની ઘટનાને લઇ કોળી સમાજમાં શોકની લાગણી પ્રસરી છે. બંને પુત્રીઓએ પુત્ર તરીકેની ફરજ નિભાવતાં સમાજના આગેવાનોએ તેમને બિરદાવી હતી.

(1:21 pm IST)