News of Sunday, 14th January 2018

સુરતમાં ઇમારત નમી જતા અફડાતફડી

સુરત : સુરતમાં એક ઇમારત અચાનક નમી જતા લોકોમાં દોડધામ મચી ગઇ હતી.  આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ શહેરના બંદુગરા નાકા પાસે આવેલ એક બિલ્ડીંગ કોઇપણ કારણોસર નમવા લાગી હતી. જેથી બિલ્ડીંગમાં રહેતા લોકોને નીચે ઉતારી લઇને બહાર કાઢવામાં આવ્યા હતા.

આ ઘટનાથી લોકોના જીવ પડીકે બંધાયા હતા અને દોડધામ મચી ગઇ હતી. જા કે કોઇ જાનહાની ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઘટનાના પગલે ફાયર બ્રિગેડ ટીમ અને મહાનગરપાલિકાની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને બચાવ કામગીરી કરતા જાનહાની થઇ ન હતી.

(5:07 pm IST)
  • અમિતભાઈ બે દિવસના ગુજરાત પ્રવાસેઃ કાર્યકરો સાથે મકરસંક્રાત ઉજવશે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિતભાઈ શાહ કાલે નારણપુરામાં કાર્યકર્તાઓ સાથે મકરસંક્રાંત ઉજવશે : પોતાના નિવાસસ્થાને કાર્યકરોને મળશે : આજે સાંજે ૭ વાગ્યે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચશે access_time 3:46 pm IST

  • આઇડિયા સેલ્યુલરએ જણાવ્યું છે કે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી) દ્વારા વોડાફોન ઇન્ડિયા - આઇડિયા સેલ્યુલરના પ્રસ્તાવિત મર્જરને મંજૂરી આપી દીધી છે. આ મર્જરને પહેલાથીજ બજાર નિયમનકાર સેબી અને ભારતીય સ્પર્ધાત્મકતા પંચ દ્વારા માન્યતા પ્રાપ્ત થઈ ગઈ છે. નોંધપાત્ર રીતે આ મર્જર થયેલ નવી કંપની 35 ટકા બજારહિસ્સા સાથે દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની બનશે. access_time 8:41 pm IST

  • ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરૂદ્દીનએ હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન (HCA) સામે મોટા આક્ષેપો કર્યા છે. અહેવાલો અનુસાર, અઝહરૂદ્દીને આક્ષેપ કર્યો છે કે હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનના કેટલાક સભ્યો તેમને HCA પ્રમુખની ચુંટણીમાં ભાગ લેવાથી રોકવા માંગે છે. access_time 1:19 pm IST