Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

ચાંદલોડિયાના પીએસઆઈને મહિલા દ્વારા ફોન ઉપર ધમકી

ચાંદલોડિયા પોલીસ ચોકીનાં સ્ટાફ સાથે ઝઘડો : મહિલાએ પીએસઆઈને ફોન પર ધમકાવતા કહ્યું હું તમારી ચરબી ઉતારૂ છું, તમે જ્યાં હોવ ત્યાં આવું છું

અમદાવાદ,તા.૨૦ : હું તમારી ચરબી ઉતારું છું, આપ જ્યાં હોય ત્યાં હું આવું છું, તમને જોઈ લઉં છું. મહિલાએ પી એસ આઈને ફોન પર ધમકી આપતા પોલીસ ફરિયાદ દાખલ થઈ છે.  સોલા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા એક ગુનામાં ચાંદલોડિયા પોલીસ ચોકીનાં સ્ટાફ દ્વારા હીરાવાડીમાં રહેતા ચિરાગ પટેલ નામનાં વ્યક્તિને લઈ આવ્યા હતા. આ ગુનામાં પૂછપરછ અને નિવેદન માટે હજાર થવા પોલીસે ચિરાગને નોટિસ મોકલીને જાણ કરી હતી. પરંતુ ચિરાગ પટેલ હજાર રહ્યો ન હતો. જો કે આજે પોલીસ તપાસમાં તે તેના ઘરે મળી આવતા પોલીસ તેને લઈને ચાંદલોડિયા પોલીસ ચોકી આવી રહી હતી. ત્યારે તેના મોબાઇલ પર કોઈ મહિલાનો ફોન આવ્યો હતો. અને તેણે પોલીસ સાથે વાત કરવા માટે કહ્યું હતું. જો કે આ સમયે પીએસઆઈએ મહિલા સાથે વાત કરતા મહિલાએ ધમકી આપી હતી કે તમે ચિરાગને લઈ જાઓ છો, કંઈ વાંધો નહીં. હું તમારી ચરબી ઉતારું છું, આપ જ્યાં હોય ત્યાં હું આવું છું,

તમને જોઈ લઉં છું. બાદમાં પોલીસ ચિરાગની પૂછપરછ અને તેના કોરોનાના ટેસ્ટ અંગે ની કામગીરી કરી રહ્યા હતા ત્યારે ચિરાગની બહેન, અન્ય બે મહિલા ઓ અને એક પુરુષ સાથે ચોકી પર આવી હતી અને પોલીસ સાથે તોછડી ભાષામાં વાતચીત કરીને તમે ચિરાગને કેમ પકડી લાવ્યા છો. એમ કહેતા પોલીસે તેઓને સમગ્ર હકીકતથી પરિચિત કર્યા હતા. જો કે છતાં પણ આ મહિલાઓ સાથે આવેલા ભાઈએ ચિરાગને કહેલું કે એ અમારે કઈ જોવાનું નથી, ચાલ ચિરાગ ઊભો થા, તને કોણ પકડે છે એ અમે જોઈએ છીએ. તેમ કહીને જોર જોરથી બોલી પોલીસ સાથે ઝઘડો કરવા લાગ્યા હતા. એટલું જ નહિ આરોપીઓએ પોલીસ સાથે ઝપાઝપી કરીને ખુરશી પણ તોડી નાખી હોવાનો આરોપ પોલીસે લગાવ્યો છે. જો કે આ બનાવનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અને મહિલાએ પોલીસ કંટ્રોલ રૂમમાં આ અંગેની જાણ કરી હોવાની ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

(7:58 pm IST)
  • સાયબર ક્રાઇમના કારણે 1.25 લાખ કરોડનું નુકસાન : ભારતમાં સાયબર ગુનાના કારણે 2019 માં રૂ. 1.25 લાખ કરોડનું નુકસાન થયું હોવાનું સત્તાવાર વર્તુળોએ જણાવ્યું છે access_time 12:51 am IST

  • કોરોનાનો ચેપ લાગ્યાના બે-ત્રણ મહિના પછી પણ દર્દીમાં કોરોનાના ચિહ્નો જોવા મળે છેઃ ઓકસફર્ડ યુનિવર્સિટી : ઓકસફર્ડ યુનિવર્સિટીએ કહ્યું છે કે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થતા કોરોના ના દર્દીઓ, કોરોનાવાયરસનો ચેપ લાગ્યાના બે-ત્રણ મહિના પછી પણ કોરોનાના લક્ષણોનો અનુભવ કરી રહ્યા છે. વૈજ્ઞાનિકોને કોરોના થાય પછી શરીરના લેવાયેલ એમ.આર.આઈ. માં પણ કેટલીક વિસંગતતા જોવા મળી છે. જે માટે એવું મનાય છે કે કોરોનામાંથી બચી ગયેલા લોકોમાં સતત સોજાના.. ઈન્ફ્લેમેસન ના ચિહ્નોએ શરીરમાં થતા કેટલાક ફેરફારો સૂચવે છે. access_time 11:25 am IST

  • અન્ડરવર્લ્ડ ડોન ઈકબાલ મિર્ચીના પરિવાર સાથે સંકળાયેલ મુંબઈમાં આવેલ એક સિનેમાઘર, એક હોટલને એક ફાર્મ હાઉસ તથા ચણાઈ રહેલી હોટલ ઉપરાંત ૩II એકરના પંચગીનીમાં આવેલ બે બંગલા અને બેંક બેલેન્સ મળી ૨૨.૪૨ કરોડની સંપતિ ઈડીએ જપ્ત કરી છે access_time 5:50 pm IST