Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

પત્નીને માનસિક-શારીરિક યાતના બદલ પતિ સામે ગુનો

પતિ જબરદસ્તી પત્ની પાસે દારૂ-મટન પીરસાવતો : પરિણીતાની ફરિયાદને આધારે પતિ, સાસુ, સસરા, નણંદ તેમજ વડ સાસુની સામે પોલીસે ગુનો દાખલ કર્યો હતો

વડોદરા,તા.૨૦ : આપણે સામાન્ય રીતે માનીએ છીએ કે ભણતર માણસને સંતુલિત બનાવે છે. પરંતુ વડોદરમાં તો એક ધૃણા ઉપજાવનાર કિસ્સો બન્યો છે. શહેરનાં વાસણા ભાયલી રોડ પર એન્જિનિયર પતિએ લગ્ન બાદ માનસિક અને શારીરિક અનેક યાત્નાઓ આપીને દહેજની માંગણી કરવાની ફરિયાદ નોંધાઇ છે. જેમાં મહિલાએ જણાવ્યું છે કે, પતિ અને સસરા ઘરમાં રાખેલી પાર્ટીમાં બળજબરી દારૂ અને મટન પીરસાવતા હતા અને દહેજમાં મોંઘી કાર અને જમીનની માંગણી કરી હતી. પરિણીતાની ફરિયાદને આધારે પતિ, સાસુ, સસરા, નણંદ અને વડ સાસુ સામે ઈપીકો કલમ ૪૯૮(એ), ૩૭૬(૧), ૧૧૪ અને દહેજ પ્રતિબંધ અધિનિયમની કલમ ૪ મુજબ ગતરાતે ગુનો દાખલ કર્યો હતો. વાસણા રોડ સ્થિત પિયરમાં રહેતી ૨૮ વર્ષની યુવતીના લગ્ન ૨૦૧૯માં કમલકાંત પટેલ રહે-(શિલ્પ બંગલોઝ, ભાયલી ગામ, વડોદરા) સાથે થયા હતા. યુવતીનો પતિ હાલોલની એક કંપનીમાં સિનિયર-એન્જિનિયર તરીકે કામ કરે છે.

પતિને નોનવેજ અને દારૂ પીવાની કુટેવ હતી. જેના માટે પતિ અને સસરા મહિલાને મટન ખરીદવા બજાર મોકલતા હતાં. અવારનવાર થતી પાર્ટીમાં પરિણીતા પાસે બળજબરીપૂર્વક દારૂ અને મટન પીરસાવાતો હતો. પતિ અનેકવાર ઘરમાં નિર્વસ્ત્ર થઇને ડાન્સ કરતો હતો. આ અંગે જ્યારે પરિણીતાએ સાસુને ફરિયાદ કરી ત્યારે તેમણે છોકરાનું ઉપરાણુ લેતા કહ્યું કે, *મારો છોકરો નાગો છે અને નાગો જ રહેશે તને ન ફાવે તો ચાલવા માંડ. પરિણીતાને શરીર પર બચકા ભરતોઆ ઉપરાંત બેડરૂમમાં પતિ પરિણીતાના શરીર પર કોઇપણ ભાગે બચકા ભરીને મારઝૂ઼ડ કરતો હતો.પતિના સુરતની નૈસર્ગી ગોહિલ સાથે પ્રેમ સંબંધ છે જેથી બન્ને મોડી રાત સુધી ફોન પર વાતો કરતા હતા. આ અંગે પણ યુવતીએ સાસુ સસરા તથા નણંદને જાણ કરી હતી. ત્યારે પણ તેમણે હસીને કહી દીધું કે, આધુનિક યુગમાં આવું બધું ચાલ્યા કરે તેમાં કોઈ વિરોધ કરવાનો ન હોય. પરિણીતા વાંઝણી હોવાનું જણાવી તેને ભુવા પાસેથી પડીકીઓ લાવીને દૂધ અને જ્યૂસમાં મેળવી બળજબરીથી પીવડાવતા હતા. દહેજની માંગણીઓ પુરી ન કરતાં સાસરિયાઓએ પરિણીતાને ગત ઓગસ્ટમાં ઘરમાં કાઢી મૂકી હતી. આ ઉપરાંત સોના-ચાંદીના દાગીના અને અસલ સર્ટિફિકેટ વગેરે પણ લઇ લીધુ હતું.

(7:57 pm IST)
  • અન્ડરવર્લ્ડ ડોન ઈકબાલ મિર્ચીના પરિવાર સાથે સંકળાયેલ મુંબઈમાં આવેલ એક સિનેમાઘર, એક હોટલને એક ફાર્મ હાઉસ તથા ચણાઈ રહેલી હોટલ ઉપરાંત ૩II એકરના પંચગીનીમાં આવેલ બે બંગલા અને બેંક બેલેન્સ મળી ૨૨.૪૨ કરોડની સંપતિ ઈડીએ જપ્ત કરી છે access_time 5:50 pm IST

  • દેશમાં કોરોના કેસનો આંકડો 76 લાખની નજીક પહોંચ્યો :છેલ્લા કેટલાય દિવસોથી નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં સતત વધારો : એક્ટિવ કેસમાં એકધારો ઘટાડો : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 45,048 કેસ નોંધાયા : કુલ કેસનો આંકડો 75,94,285 થયો :એક્ટીવ કેસ ઘટીને 7,47,437 થયા : વધુ 69,562 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 67,30,379 રિકવર થયા : વધુ 588 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,15,235 થયો access_time 1:17 am IST

  • દેશમાં કોરોના કેસનો આંકડો 76 લાખને પાર પહોંચ્યો : છેલ્લા કેટલાય દિવસોથી નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં સતત વધારો : એક્ટિવ કેસમાં એકધારો ઘટાડો : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 53,560 કેસ નોંધાયા : કુલ કેસનો આંકડો 76,48,258 થયો :એક્ટીવ કેસ ઘટીને 7,39,895 થયા : વધુ 60,571 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 67,91,188 રિકવર થયા : વધુ 703 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,15,939 થયો access_time 12:49 am IST