Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

કાલથી મગફળી ખરીદીઃ પહેલા દિવસે ૪૪૦ ખેડુતોને બોલાવાયા

આ વખતે મજુરી ઘટતા ભારે દેકારો : કુલ રર કેન્દ્રો ઉપર ગોઠવાતો તખ્તો : જડબેસલાક વ્યવસ્થાઃ ગુજરાત વેર હાઉસીંગ બોર્ડે પ૦ ગોડાઉન આપ્યા

રાજકોટ, તા., ૨૦: મગફળી ખરીદી અંગે આજે રજીસ્ટ્રેશનનો છેલ્લો દિવસ છે અને આજ સાંજ સુધીમાં ૯૭ હજારથી વધુની નોંધણી થવાની શકયતા પુરવઠા તંત્ર દાખવી રહયું છે.

દરમિયાન ડીએસઓ શ્રી પુજા બાવડાએ આજે અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કાલથી ૯૦ દિવસની મર્યાદામાં મગફળીની ખરીદી શરૂ થશે. રાજકોટ જુના માર્કેટ યાર્ડ સહીત દરેક તાલુકામાં બે-બે કેન્દ્રો જોતા કુલ રર કેન્દ્રો ઉપર સવારે ૧૦ વાગ્યાથી મગફળીની ખરીદી શરૂ થશે. આ માટે બારદાન-મજુરો-સીસીટીવી કેમેરા-સ્ટાફના ઓર્ડર, મગફળીમાં ભેજ સહીતની બાબતોનું પ્રમાણ માપવા માટે ગ્રેડરોની ટીમ, પ્રાંત અને મામલતદારોનું સુપરવીઝન વિગેરે તમામ તૈયારીઓ શરૂ કરી લેવાઇ છે. તે ઉપરાંત તમામ કેન્દ્રો ઉપર જડબેસલાક પોલીસ બંદોબસ્ત પણ મુકી દેવાયો છે.

ડીેએસઓ શ્રી પુજા બાવડાએ જણાવ્યું હતુ કે કાલથી શરૂ થતી મગફળીમાં પહેલે દિવસે દરેક કેન્દ્રો ઉપર ર૦-ર૦ ખેડુતોને બોલાવાયા છે. ટુંકમાં રર કેન્દ્રો ઉપર કુલ ૪૪૦ ખેડુતો પાસેથી ખેડુત દીઠ રપ૦૦ કિલો મગફળી ખરીદાશે.

ગોડાઉન અંગે તેમણે ઉમેર્યુ હતું કે હાલ પ્રથમ તબક્કે જીલ્લા માટે ગુજરાત વેર હાઉસીંગ બોર્ડે ૧પ૦ ગોડાઉન આપ્યા છે અને બાદમાં બીજા મળી રહેશે.

દરમિયાન આ વખતે મજુરી ગુણી દીઠ રૂ. ૪ ઘટતા મજુરોમાં રોષ ફાટી નિકળ્યો છે. દેકારો મચી ગયો છે જો કે મજુરો પુરતા હોવાનું હાલ તંત્ર દાવો કરી રહયુ઼ છે. આવતીકાલે મજુરો અંગે સાચુ ચિત્ર સ્પષ્ટ થશે.

(3:36 pm IST)