Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

રાજપીપળા નગરપાલિકા દ્વારા આવનારા તહેવારો પહેલા મીઠાઈની દુકાનોમાં ચેકીંગ હાથ ધરાતા ફફડાટ

રક્ષાબંધન સહિતના આવનારા તહેવારોમાં કોઇ વેપારી વાસી મીઠાઈ કે અન્ય ખાદ્ય પદાર્થ ન વેચે તે બાબતે મુખ્ય અધિકારી સહિતની ટીમ દ્વારા ચેકીંગ કરાયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરમાં નગરપાલિકા ટીમ દ્વારા મીઠાઈની દુકાનો માં આકસ્મિક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં પાલિકાના મુખ્ય અધિકારી રાહુદેવ ઢોડીયા, એસ આઈ હેમન્દ્રસિંહ માત્રોજા સહિતના પાલીકા સ્ટાફ દ્વારા આવનારા રક્ષાબંધન સહિતના અન્ય તહેવારો માં કોઈ દુકાનદાર વાસી મીઠાઈ કે અન્ય ખાદ્ય સામગ્રી ન વેચે એ માટે ખાસ પાલીકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ અને મુખ્ય અધિકારી રાહુલદેવ ઢોડીયા ના માર્ગદર્શન અને સૂચના પ્રમાણે આ ચેકિંગ હાથ ધરાયુ હતું, જોકે ચર્કિંગમાં રાજપીપળાની મીઠીઈની દુકાનમાંથી વાસી કે કોઈ વાંધાજનક ખાદ્ય પદાર્થ મળી આવ્યો નથી. છતાં ગ્રાહકોના સ્વાસ્થ્ય માટે પાલીકા દ્વારા આ તપાસ હાથ ધરાઈ હતી.

 

(10:34 pm IST)