Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીની શુભેચ્છા મુલાકાત: ગાંધીનગરમાં આર્સેલર મિત્તલ ગ્રુપના ચેરમેન લક્ષ્મી મિત્તલ અને સી ઈ ઓ દિલીપ ઉમાને શુભેચ્છા મુલાકાત લીધી

ગાંધીનગર :મુખ્યમંત્રીસાથેની આ મુલાકાતમાં તેમણે સુરતના હજીરા પ્લાન્ટ નજીક તેમના યુનિટના એકસપાન્સન માટે  50 હજાર કરોડ નું વધારાનું રોકાણ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.

આ ઉપરાંત તેમણે મુખ્યમંત્રી સાથેની મુલાકાતમાં એમ પણ કહ્યું કે આવનારા દિવસોમાં સોલાર એનર્જી, વિન્ડ એનર્જી અને હાઇડ્રોજન ગેસ ઉત્પાદન ક્ષેત્રે પણ 50 હજાર કરોડનું રોકાણ તેમનું ગ્રુપ કરવાની નેમ ધરાવે છે.
આવનારા દિવસોમાં સમગ્રતયા 1લાખ કરોડનું રોકાણ તેઓ ગુજરાતમાં કરવા ઉત્સુક છે એમ પણ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ આ અંગે સકારાત્મક પ્રતિસાદ આપતા રાજ્ય સરકાર દ્વારા જરૂરી મદદ ની ખાતરી આપી હતી અને આ રોકાણ માટે તેમને આવકાર્યા હતા
 શ્રી લક્ષ્મી મિત્તલે કોરોના કાળમાં પણ   મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીના માર્ગદર્શન અને દ્વષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાતે વિકાસ ગતિ અટકવા દીધી નથી અને ઉદ્યોગોનેસાથે રાખીને કોરોનાના કપરા કાળમાં પણ જે કામગીરી કરી છે તેને બિરદાવી હતી.
આ શુભેચ્છા મુલાકાત વેળાએ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ કે દાસ પણ ઉપસ્થિત રહ્યા હતા.

(7:37 pm IST)