Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

વિરમગામ શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા મોહરમ પર્વની‌ ઉજવણી કરવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ :ઈમામ હુસૈનની શહાદત અને કરબલાની યાદ માં મુસ્લિમ બિરાદરો દ્વારા મોહરમ પર્વ ની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આ વર્ષે કોરોના વૈશ્વિક મહામારી સંદર્ભે સરકારશ્રી ની ગાઈડ લાઈન મુજબ  વિરમગામ શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા મોહરમ પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી. મોહરમ માસ ના પ્રથમ ચાંદ થી ૯ માં ચાંદ સુધી ઇમામ હુસૈન તેમજ કરબલા ની શહાદતની યાદ માં  મસ્જિદ માં બયાન પણ રાખવામાં આવેલ અને ચાંદ- ૯ ની રાત્રે તેમજ મોહરમ ના દિવસે વિરમગામ શહેર ના વિવિધ વિસ્તારોમાં જેવા કે કસ્બે કાસમપુરા તાજીયા , રૈયાપુર તાજીયા , તાઈવાડા તાજીયા , કટારવાડા તાજીયા , નુરી સોસાયટી, પાંચ ફળી તાજીયા જેવા વિસ્તારોમાં તાજીયા નુ જુલુસ મોકુફ રાખી માતમ માં જ રાખી ને મોહરમ પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી. વિરમગામ જુમ્મા મસ્જિદ ચોક યંગ કમિટી દ્વારા જુમ્મા મસ્જિદ ચોક ખાતે પાર્સલ પેકિંગમાં નિયાઝ(પ્રસાદ) વિતરણ કરવામાં આવી હતી.

(6:20 pm IST)