Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

સ્વ. રાજીવ ગાંધીની જન્મ જયંતી નિમિતે વિરમગામના ગાંધી હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણ કરાયું

વિરમગામ તાલુકા - શહેર કોંગ્રસ દ્વારા ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું : તાલુકા - શહેર કોંગ્રેસના હોદ્દેદારો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ :સ્વ. રાજીવ ગાંધીની જન્મ જયંતી નિમિતે વિરમગામના ગાંધી હોસ્પિટલમાં વિરમગામ તાલુકા - શહેર કોંગ્રસ દ્વારા ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં  ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ, વિરમગામ તાલુકા - શહેર કોંગ્રેસના હોદ્દેદારો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

 વિરમગામના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડે જણાવ્યું હતું કે, સ્વ. રાજીવ ગાંધીની જન્મ જયંતી નિમિતે વિરમગામ શહેરની ગાંધી હોસ્પિટલ ખાતે વિરમગામ શહેર તેમજ તાલુકા કોંગ્રેસ દ્વારા આયોજિત ફૂટ વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને ગાંધી હોસ્પિટલ માં હાજર દર્દીઓ તેમજ તેમની સાર સંભાળ રાખનાર તેઓના સગા-વહાલાઓને ફ્રૂટ વિતરણ કર્યું તેમજ દર્દીઓના ખબર અંતર પૂછ્યા હતા.

(6:15 pm IST)