Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

‘મારી સાથે લગ્ન નહીં રે તો કોઇની સાથે લગ્ન નહીં થવા દઉં' તેમ કહીને યુવતિને અવારનવાર હેરાન કરનાર શખ્‍સને વડોદરા અભયમ ટીમે પાઠ ભણાવશે

હવે કોઇ દિવસ હેરાન નહીં કરૂ તેવી લેખિતમાં માફી મંગાવી

વડોદરા: વડોદરાના ગોત્રી વિસ્તારમા રહેતી 28 વર્ષની યુવતી પ્રાઇવેટ કંપનીમા નોકરી કરતી હતી. યુવતીને એક યુવક કોલ, મેસેજ કરી હેરાન કરતો હતો. યુવતીની સગાઈ અન્ય યુવક સાથે થઈ છે, જેથી તે પ્રકારના કોલ મેસેજથી પરેશાન હતી. આખરે યુવતીએ 181 અભયમ મહિલા સુરક્ષા હેલ્પ લાઇનનો મદદ માટે સંપર્ક કર્યો હતો. તેનો ત્વરિત પ્રતિસાદ આપતાં બાપોદ પોલીસ સ્ટેશન સ્થિત અભયમ રેસ્ક્યુ ટીમ યુવતીની વહારે પહોંચી હતીઆરોપી યુવકને પકડીને કડક શબ્દોમાં ચેતવણી આપીને તેની પાસેથી લેખિતમાં માફી મંગાવી હતી. હવે પછી કોઈપણ પ્રકારની હેરાનગતિ નહિ કરું તેવી ખાતરી આપતાં પીડિત યુવતીને ખૂબ રાહત થઈ હતી અને મદદ બદલ અભયમ ટીમનો તેણે આભાર માન્યો હતો.

મળતી માહિતી મુજબ, યુવક અને યુવતી સાથે પ્રાઇવેટ કંપનીમાં સાથે નોકરી કરતા હતા. બંનેનો એકબીજા સાથે પરિચય થતાં બંને કોલ, મેસેજ, ફેસબુક દ્વારા વાતચીત કરતા હતા. એક દિવસ યુવકે યુવતીને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. જેથી યુવતીએ મારો પરિવાર મંજૂરી આપશે તો લગ્ન કરીશ તેમ જણાવ્યું હતું. પરંતુ યુવતીના પરિવારે યુવકના પરિવારની તપાસ કર્યા પછી સંબંધ યોગ્ય જણાતા ના પાડી હતી. એટલે યુવતીએ પણ યુવકને લગ્ન શક્ય નથી એવું જણાવી દીધું હતું. જવાબથી ઉશ્કેરાયેલા યુવકે યુવતીને બળજબરી સાથે ધમકી આપી કે મારી સાથે લગ્ન નહીં કરે તો કોઈની સાથે લગ્ન નહિ થવા દઉં.

તે પછી યુવકે નોકરીના સ્થળે અને તે પછી અવારનવાર કોલ મેસેજ કરી હેરાનગતિ શરૂ કરી હતી. બાદ યુવતીએ નોકરી છોડી દીધી હતી. તેમ છતાંય વારંવાર અલગ અલગ નંબરથી કોલ મેસેજ કરી હેરાનગતિ અને ધમકી આપતો હતો. પરેશાન યુવતીની દરમિયાન અન્ય સ્થળે સગાઈ અને લગ્ન નક્કી થયાં હતાં. તેમ છતાં યુવકે તારા લગ્ન નહીં થવા દઉંજેવી ધમકીઓ આપવાનું ચાલુ રાખી હતી. આખરે પરેશાન યુવતી અને તેના પરિવારે કિસ્સામા 181 મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો.

તેને અનુલક્ષીને અભયમ રેસ્ક્યુ ટીમે યુવકને ઝડપી પાડ્યો હતો. સાથે બિનજરૂરી કોલ મેસેજ કરવાએ ગુનો છે તેવી ચેતવણી આપી આગળ પોલીસ કાર્યવાહી કરવાની તજવીજ કરતા યુવકે માફી માંગી હતી અને હવે પછી ક્યારેય કોઈ પ્રકારની હેરાનગતિ નહીં કરું તેવી ખાતરી આપી હતી. સાથે તેના મોબાઈલમાં રાખેલા તમામ નંબર, મેસેજ ડિલીટ કર્યા હતા. પીડિત યુવતીએ વધુ કોઈ કાર્યવાહી કરવાની અનિચ્છા દર્શાવતા યુવકને ચેતવણી આપી છોડી મૂકવામાં આવ્યો હતો.

આમ, અભયમની સમયસરની મદદથી યુવતી મોટી પરેશાનીમાંથી મુક્ત થઈ હતી અને હેલ્પલાઇનની ટીમનો આભાર માન્યો હતો. હેલ્પ લાઈન સેવાના કો ઓર્ડિનેટર ચંદ્રકાંત મકવાણાએ પ્રકારની મુશ્કેલી, ટેલિફોનિક કે મોબાઇલ દ્વારા પજવણીના કિસ્સાઓમાં ડર્યા વગર 181 અભયમનો સંપર્ક કરવા અનુરોધ કર્યો છે.

(4:46 pm IST)