Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં ગેરકાયદે દવાખાનું ચલાવતા બે ડોક્ટરોની પોલીસે અટકાયત કરી

અમદાવાદ:ગ્રામ્ય પોલીસની એસઓજીની ટીમે બાવળા અને અસલાલીમાં ગેરકાયદે દવાખાનું ચલાવતા બે નકલી ડોક્ટરોની અટક કરી હતી. તેમની પાસેથી પોલીસે એલોપેથિક દવાઓ, ઈંજેકશનો અને મેડિકલના સાધનો મળીને ૬૪ હજાર રૃપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો         

એસઓજી પોલીસને માહિતી મળી હતી કે બાવળાના ધરજી ગામમાં ભાડાના મકાનમાં એક શખ્સ ગેરકાયદે દવાખાનું ચલાવે છે. જેને આધારે પોલીસે તપાસ કરતા શ્યામલ એસ.ભાલા નામનો શખ્સ એલોપેથિક માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગર ગેરકાયદે દવાખાનું ચલાવે છે. જેને આધારે પોલીસે તેની અટક કરીને દવાખાનામાંથી જુદી જુદી કંપનીની એલોપેથિક દવાઓ, ઈંજેકશનો અને મેડિકલના સાધનો મળીને કુલ રૃ.૧૫,૬૫૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

અન્ય બનાવમાં એસઓજીએ અસલાલીના વિસલપુર ગામમાં મલ્ટીસ્પેશ્યાલિટી કેર ક્લિનીક નામના દવાખાનામાં ડિગ્રી વગર એક ડોક્ટર પ્રેકટીશ કરે છે. જેને આધારે પોલીસે અહીંથી હાર્દિક એસ.પ્રજાપતીની અટક કરી હતી. તેની પાસેથી પોલીસે મેડિકલના સાધનો, ઈંજેકશનો અને એલોપેથિક દવાઓ મળીને કુલ રૃ.૫૮,૪૯૧નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

(4:43 pm IST)