Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

વડોદરા:ટેમ્પો રિવર્સ લેતી વેળાએ પાછળનું વ્હીલ શખ્સ પર ચડી જતા કમકમાટીભર્યું મોત

વડોદરા:સાંકરદા ગામે નવદુર્ગા એસ્ટેટ પાસે ટેમ્પો રિવર્સ લેતા સમયે ડ્રાયવરને સાઇડ બતાવતા શખ્સ પર પાછળનું વ્હીલ ચડી જતા તેનુ સ્થળ પર જ મોત થયુ હતું.

દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયા તાલુકાના નાના આસોટા ગામે રહેતા મેહુલ જેશાભાઇ ખુંટીએ પોલીસસ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે,ગત તા.૧૮ મીએ સાંજે પાંચ વાગ્યે હું તથા મારા કાકા નથુભાઇ લખમણભાઇ ખુંટી ઉ.વ.૪૫ ,(રહે.નવાગામ ઘેડ,મધુવન સોસાયટી,દેવભૂમિ દ્વારકા) તથા હેભાભાઇ રાજાભાઇ ધ્રાંગુ (રહે.મહાદેવનગર,તા.કલ્યાણપુરા,જામનગર) સાથે જામનગરથી મશિનરી પાર્ટ ભરીને બે ટેમ્પા લઇને વડોદરા નજીકના સાંકરદા ગામે નવદુર્ગા એસ્ટેટમાં લઇને આવતા  હતા.જેમાં એક ટેમ્પો હું ચલાવતો હતો.જ્યારે બીજો ટેમ્પો હેભાભાઇ ચલાવતા હતા.અને મારા કાકા હેભાભાઇની બાજુમાં  બેઠા હતા.આજે સવારે સાડા દશ વાગ્યે અમે નવદુર્ગા એસ્ટેટ પહોંચ્યા હતા.હેભાભાઇનો ટેમ્પો રિવર્સમાં લેવાનો હોય , મારા કાકા નથુભાઇ નીચે ઉતરીને હેભાભાઇને સાઇડ બતાવતા હતા.તે સમયે મારા કાકા નથુભાઇ  પર ટેમ્પાનું  પાછળનું વ્હીલ ચડી જતા તેમને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી.અને તેમનું સ્થળ પર જ કમકમાટીભર્યુ મોત થયુ હતું.ઉપરોક્ત ફરિયાદના આધારે નંદેસરી પોલીસે ગુનો દાખ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(4:42 pm IST)