Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

વડોદરા જિલ્લાના કરજણ રેલવે સ્ટેશન ખાતે બે સંતાનો સાથે પત્નીએ ટ્રેન નીચે પડતું મૂકી મોતને વ્હાલું કરતા પોલીસે તપાસ હાથ ધરી

વડોદરા:જિલ્લાના કરજણ રેલ્વે સ્ટેશન ખાતે બે સંતાનો સાથે ટ્રેન આગળ પડતું મૂકી આપઘાત કરનાર પત્ની વિરુદ્ધ પતિએ રેલવે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે રેલવે પોલીસે મૃતક પત્ની વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી છે.

ડભોઇ તાલુકાના પારેખા ગામે રહેતા મહેશભાઈ તલાવીયાના લગ્ન 15 વર્ષ અગાઉ કરજણ તાલુકાના વલણ ગામે રહેતા મંગળભાઈ રાઠોડીયાની પુત્રી સુશીલા સાથે થયા હતા. સંતાનમાં તેમને દસ વર્ષનો વિષ્ણુ તથા 8 વર્ષનો હાર્દિક  બે પુત્રો હતા. 31મી જુલાઇના રોજ સુશીલાએ પતિને જણાવ્યું હતું કે પિતાને પગમાં ઈજા થઈ હોવાથી ખબર અંતર પૂછવા જવું છે. જેનો પતિ એ ઈનકાર કરતાં બીજા દિવસે પતિ મજૂરીકામ અર્થે જતા પત્ની સુશીલા બે સંતાનો સાથે આવેશમાં આવી  આપઘાત કરવા માટે કરજણ રેલવે સ્ટેશન ઉપર પહોંચી હતો. અને રાજકોટ કોઇમ્બતુર એક્સપ્રેસ ટ્રેનના  આગળ બંને બાળકો સાથે છલાંગ લગાવી આત્મહત્યા કરી હતી જેમાં પુત્ર હાર્દિકનું પણ મોત નીપજ્યું હતું. જ્યારે વિષ્ણુનો બચાવ થયો હતો.

(4:40 pm IST)