Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

સુરત:નામચીન કંપનીમાં એસએસપી તરીકેની નિમણુંક અપાવી 2.20 લાખની છેતરપિંડી આચરનાર ઠગ વિરુદ્ધ ગુનો દાખલ

સુરત: શહેરમાંલુમીનસ પાવર ટેક્નોલોજી કંપનીના એએસપી (એક્રેડિટેડ સર્વિસ પ્રોવાઇડર) તરીકે નિમણુંક અપાવી યુઝર આઇ.ડી અને પાસવર્ડનો ઉપયોગ કરી રૂ. 2.20 લાખના સામાનની ખરીદી કરી ઠગાઇ કરનાર કંપનીના સર્વિસ ઇન્ચાર્જ વિરૂધ્ધ હરિયાણાના એએસપી કોન્ટ્રાક્ટરે અડાજણ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. વતન હરિયાણાના ફતેયાબાના સેક્ટર 3 માં ઘર નં. 199માં રહેતો વિકાસ મહાવીર તનેજા વર્ષ 2019માં અડાજણ ગામ ચાર રસ્તા નજીક મહેર નગરમાં રહેતો હતો અને તનેજા પાવર નામની ઇલેક્ટ્રીક કંપની ચલાવતો હતો. વિકાસના મોટા ભાઇ અમીતનો મિત્ર અને લુમીનસ પાવર ટેક્નોલોજી પ્રા. લિ. માં ગુજરાત બ્રાંચના સર્વિસ ઇન્ચાર્જ શીવ કૌશિકે સંર્પક કર્યો હતો. શીવ કૌશિકે પાર્ટસ અને ગ્રાહકોની ફરીયાદના નિવારણ માટે મહિને 1 લાખથી વધુ કમિશન મળશે તેવી લાલચ આપી એએસપી (એક્રેડિટેડ સર્વિસ પ્રોવાઇડર) બનાવ્યો હતો. એએસપી તરીકે નિમણુંક વખતે શીવ કૌશિકે ગ્રાહકોની ઓનલાઇન ફરીયાદ દોવા માટે યુઝર આઇ.ડી અને પાસવર્ડ આપ્યા હતા. શરૂઆતમાં વિકાસે ગ્રાહકોની ફરીયાદનું સમયસર નિરાકરણ કર્યુ હતું પરંતુ ધીમે-ધીમે ફરીયાદનો લોડ વધતા વિકાસે કંપનીને મેઇલ કરી વધુ સુવિધાની માંગણી કરી હતી. પરંતુ કંપનીએ યોગ્ય પ્રત્યુત્તર આપ્યો ન હતો બીજી તરફ શીવ કૌશિકે વિકાસને આપવામાં આવેલા યુઝર આઇ.ડી અને પાસવર્ડનો ઉપયોગ કરી કંપનીમાંથી અંદાજે રૂ. 2.20 લાખના સામાનનો પી.ઓ (પર્ચેસ ઓર્ડર) આપ્યો હતો. વિકાસે કંપનીમાંથી લેજર મેળવતા પી.ઓ અંગેની જાણ થતા કંપનીના ઉપરી અધિકારીઓને મેઇલ થકી ફરીયાદ કરી હતી પરંતુ તેનો આજ દિન સુધી નિરાકરણ આવ્યું ન હતું. બીજી તરફ બાકી પેમેન્ટની ઉઘરાણી કરવાની સાથે ડિપોઝીટ અને ચાર મહિનાના પેન્ડીંગ બિલો મંજૂર નહીં કરતા વિકાસે શીવ કૌશિક વિરૂધ્ધ અડાજણ પોલીસમાં ઠગાઇની ફરીયાદ નોંધાવી હતી.

(4:39 pm IST)