Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

નડિયાદ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચની ટીમે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર આઇશરમાં લઇ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો

નડિયાદ: જિલ્લા ક્રાઇમ બ્રાન્ચની ટીમે અમદાવાદ-વડોદરા એકસપ્રેસ વે પરના મહેમદાવાદ તાલુકાના વણસોલ ગામની સીમમાંથી વિદેશી દારૂ ઝડપી પાડયો હતો.આ બનાવમાં વિદેશી દારૂ લઇ જતી આઇશરનો અકસ્માત થતા સમગ્ર હકીકત બહાર આવી હતી.જો કે ડ્રાઇવર આઇશર ટ્રક મૂકી ફરાર થઇ ગયો હતો.

જિલ્લા ક્રાઇમ બ્રાન્ચની ટીમ નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે સમયે બાતમી મળી હતી કે અમદાવાદ-વડોદરા એકસપ્રેસ વે ઉપર એક આઇશર અકસ્માત થયો છે તે ટ્રકમાં પ્લાસ્ટીકના કેરેટની નીચે વિદેશી દારૂ ભર્યો છે.જે અન્વયે પોલીસ ટીમે બાતમી આધારિત સ્થળે પહોચી રોડ અકસ્માત ગ્રસ્ત હાલતમાં  ઉંભૂ હતુ તેની તલાસી લેતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મોટી માત્રામાં મળી આવ્યો હતો.પોલીસ ટીમે ભારતીય બનાવટનો વિદેશી દારૂની પેટી નંગ-૨,૭૭ બોટલો નંગ-૩,૩૨૪,છુટી બોટલો નંગ-૯૬ એમ મળી કુલ બોટલો નં- ૩,૪૨૦ ની કિ. રૂા.૧૬, ૪૧, ૬૦૦, આઇશર ગાડી કિ. રૂા. ૮, ૦૦, ૦૦૦,ખાલી કેરેટ નં-૧૨૫ કિ. રૂા. ૩,૧૨૫ એમ મળી કુલ રૂા. ૨૪, ૪૪, ૭૨૫ નો મૂદ્દામાલ જપ્ત કર્યો છે. 

(4:38 pm IST)