Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

ગાંધીનગરમાં ડભોડા પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમ્યાન 480 દારૂની બોટલો ઝડપી પાડી

ગાંધીનગર:જિલ્લામાં દેશી વિદેશી દારૃની હેરાફેરી અટકાવવા પોલીસ દોડી રહી છે ત્યારે ડભોડા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમીના આધારે મેદરા બ્રીજ પાસેથી એક લોડીંગ રીક્ષા ઝડપી લીધી હતી અને તેમાં તપાસ કરતાં વિદેશી દારૃની ૪૮૦ બોટલ મળી આવી હતી. અમરાઈવાડીના ચાલકની ધરપકડ કરીને ૧.૮ લાખ રૃપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.   

રાજયમાં દારૃબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૃનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહયો છ ત્યારે જિલ્લામાં પોલીસ બાતમીદારોને સક્રીય કરી દારૃની આ હેરાફેરી અટકાવવા દોડી રહી છે. ડભોડા પોલીસ મથકના પીએસઆઈ એ.એ.વછેટાએ પણ સ્ટાફના માણસોને એલર્ટ રહી દારૃ સંબંધિત કામગીરી કરવા તાકીદ કરી હતી જેના અનુસંધાને પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે નર્મદા મુખ્ય કેનાલના મેદરા બ્રીજ પાસે એક વાદળી રંગની રીક્ષા નં.જીજે-ર૭-ડબલ્યુ-પ૧૦૩માં વિદેશી દારૃ ભરીને લઈ જવાઈ રહયો છે જે બાતમીના પગલે પોલીસ ટીમે વોચ ગોઠવી હતી અને આ રીક્ષાને ઝડપી લીધી હતી. જેમાં તપાસ કરતાં વિદેશી દારૃની ૪૮૦ બોટલ કબજે કરવામાં આવી હતી. રીક્ષાચાલક રાજેન્દ્રસિંહ પારસસિંહ રાજપુત રહે.મકાન નં.ર૭ભવાનીનગર અમરાઈવાડીને ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસે રીક્ષા અને દારૃ મળી ૧.૮ લાખ રૃપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ દારૃનો જથ્થો કયાંથી લવાયો હતો અને કોને આપવાનો હતો તે જાણવા માટે દોડધામ શરૃ કરવામાં આવી છે. 

(4:37 pm IST)