Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

ગાંધીનગરમાં શ્રાવવણીયો જુગાર રમતા ચાર વધુ તપાસ હાથ ધરી

ગાંધીનગર:જિલ્લામાં શ્રાવણીયા જુગારની પ્રવૃતિ વધી રહી છે ત્યારે ચિલોડા પોલીસે ચિલોડા ગામના સાંચોલી વાસમાંથી જુગાર રમતાં ચારને ઝડપી લીધા હતા જયારે પેથાપુર પોલીસે પણ કોલવડા ગામમાંથી જુગાર રમતાં ત્રણ શખ્સોને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ગાંધીનગરમાં હાલ શ્રાવણમાં શિવપુજાની સાથે જુગારીઓ તીનપત્તીની બાજી માંડી રહયા છે ત્યારે પોલીસ પણ આવા જુગારીઓને પકડવા માટે દોડી રહી છે. પેથાપુર પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન કોલવડા ગામે પાણીની ટાંકી પાસે જુગાર રમતાં કોલવડા પગીવાસના મુકેશજી મંગાજી ઠાકોરવેચાણજી મણાજી ઠાકોર અને ચહેરાજી મણાજી ઠાકોરને ૭૪૪૦ની રોકડ સાથ ઝડપી લીધા હતા. તો બીજી બાજુ ચિલોડા પોલીસની ટીમે ચિલોડા ગામે સાંચોલી વાસમાં દરોડા પાડીને અરજણજી અમરાજી ઠાકોરરમેશ ગોવિંદભાઈ લુહારીયામુકેશ બાબુભાઈ શરણીયા અન દહેગામ જલુન્દ્રાના વિજય દલાજી ઠાકોરને જુગાર રમતાં ઝડપી ૧૪૫૪૦ની રોકડ કબ્જે કરી લીધી હતી. આ જુગારીઓ સામે જુગારધારા હેઠળ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.  

 

(4:37 pm IST)