Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

સાબરકાંઠા સહીત અરવલ્લી જિલ્લામાં શ્રાવણ માસના તહેવારોની શરૂઆતમાં ફૂડ વિભાગ દ્વારા દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું

સાબરકાંઠા:અને અરવલ્લી જિલ્લામાં શ્રાવણ માસના તહેવારો અને વાયરલ રોગચાળાને ધ્યાનમાં રાખી ફુડ વિભાગ દ્વારા દુકાનોમાં ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં બંન્ને જિલ્લાની દુકાનોમાંથી ફરારી લોટમીઠાઈફરસાણઘી તેમજ પનીર સહિતના ર૭ નમુના લઈ તપાસ અર્થે વિભાગે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે.

રાજ્ય સરકારની સૂચનાને આધિન પ્રજાના આરોગ્યને ધ્યાનમાં રાખી ફુડ વિભાગ દ્વારા ઉપવાસ માટે ઉપયોગમાં લેવાતા ફરારી લોટ અને ફરસાણના નમૂના લઈ તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. ફુડ વિભાગની અલગ અલગ ટીમોએ સાબરકાંઠા જિલ્લામાં તપાસ દરમિયાન ર૩ અને અરવલ્લી જિલ્લામાંથી ચાર ખાદ્ય ચીજવસ્તુઓના સેમ્પલ લીધાં છે. જિલ્લા ફુડ અધિકારી બી. એમ. ગણાવાના માર્ગદર્શન હેઠળ શ્રાવણ માસના તહેવારો અને આગામી રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખી બંન્ને જિલ્લામાં ફુડ વિભાગની ટીમોએ રેડ શરૂ કરતાં પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરનારા શખ્સોમાં ફફડાટ વ્યાપ્યો છે.  

તહેવારો સમયે ખાદ્ય ચીજવસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધુ રહેતું હોવાથી વિભાગની ટીમોએ ફરસાણમીઠાઈફરારી લોટતૈયાર ખોરાકઘીપનીર તેમજ ચણાદાળના સેમ્પલ લીધાનું જાણવા મળ્યું છે.

(4:36 pm IST)