Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની રૂતુમાં જીવલેણ લેપ્ટોસ્પાઇરોસિસે હાહાકાર મચાવ્યો : ગુજરાતમાં કોરોનાની બીજી લહેરની સંભવિત વિદાય વચ્ચે હવે દક્ષિણ ગુજરાતમાં આ વર્ષે લેપ્ટો.ની એન્ટ્રી થતા ફફડાટ ફેલાયો

વાલોડમાં રહેતા 35 વર્ષીય યુવાન અને વ્યારાના 65 વર્ષીય વૃધ્ધા હોસ્પિટલમાં સારવારમા

રાજકોટ તા.૨૦ દર વર્ષે દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની રૂતુમાં જીવલેણ લેપ્ટોસ્પાઇરોસિસ હાહાકાર મચાવે છે.

હાલમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં કોરોનાની બીજી લહેરની સંભવિત વિદાય વચ્ચે  હવે દક્ષિણ ગુજરાતમાં આ વર્ષે  લેપ્ટો.ની એન્ટ્રી થઇ છે.  બે દર્દીમાં લેપ્ટો.લક્ષણો દેખાતા ફફડાટ ફેલાયોછે. 

અગાઉ ચોમાસાની શરૃઆત થાય એટલે લેપ્ટો. કેસ દેખાતા હતા પણ આ વર્ષે ચોમાસુ અડધુ  ઉપર પૂર્ણ થવાની આરે આવ્યુ છે ત્યારે  લેપ્ટો. દેખાયો છે. દક્ષિણ ગુજરાતમાં

લેપ્ટો.માં સપડાયેલામાં વાલોડમાં રહેતા 35 વર્ષીય યુવાન અને વ્યારાના 65 વર્ષીય વૃધ્ધા હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હોવાનું જાણવા મળે છે. 

  જેમાં વ્યારાના વૃધ્ધાને રજા આપવામાં આવી છે. નોંધનિય છે કે આ વર્ષે કોરોનાનાં કહેર વચ્ચે લેપ્ટોના કેસ સામે આવ્યા નથી. હવે આરોગ્ય વિભાગને કોરોના અને લેપ્ટો. એમ બે મહામારી સામે જંગ લડવી પડશે.  આ વર્ષે મોડા મોડા પણ સરકારી ચોપડે પ્રથમવાર બે  કેસ નોધાતા આરોગ્ય વિભાગની દોડધામ વધી ગઇ છે. જયારે આરોગ્ય અધિકારીઓ લેપ્ટો.ના આંકડા છુપાવવાનો પ્રયાસ કરી

રહ્યા હોય એવુ લાગે છે. કારણે કે લેપ્ટો.ના એક દર્દીને રજા આપવામાં આવ્યા પછી તે દર્દીને જાહેર કરવામાં આવ્યો છે.જયારે ગત વર્ષે દક્ષિણ ગુજરાતમાં લેપ્ટો.ના ચાર

પૈકી બે કેસ સુરત જીલ્લામાં નોધાયા હોવાનું ડોકટરે કહ્યુ હતુ.

(3:58 pm IST)