Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

દેશમાં અંગદાનના હેતુએ પ્રગતિકારક રીતે વેગ પકડયોઃ ડો. ગૌરવ ગુપ્તા

ફોર્ટીસ હોસ્પિટલ-મુંબઇ દ્વારા ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ નિષ્ણાંતો દ્વારા અંગદાન જાગૃતિ ઝુંબેશ

 (કેતનખત્રી) અમદાવાદઃ અંગદાનની મહત્ત્વતા પર ભાર મુકવા માટે અને  દાતાઓ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરીના પ્રાપ્તિકર્તાને સમર્થન આપવા માટે   લિવર સ્પેશિયાલિસ્ટ ડૉ. ગૌરવ ગુપ્તાની આગેવાની હેઠળ સન્માન વિધિ અને જાગૃત્તિ ઝૂંબેશનું અમદાવાદમાં આયોજન કરવામાં આવ્યુ હતું. લિવર પ્રાપ્તિકર્તા વિજય સોની, ભરત બેબ્રીયા, સુરેશ દેવાણી, કેશુભાઇ સાકરીયા અને ઉમાકાંત મિશ્રા તેમની આ પહેલમાં સાથ આપવા માટે આવ્યા હતા.  ફોર્ટિસ હોસ્પિટલ, મુલુંડ, મુંબઇના લિવર ટ્રાન્સપ્લાન્ટ અને એચપીબી (HPB) સર્જરી વિભાગના કન્સલ્ટન્ટ અને ચિફ સર્જન ડૉ. ગૌરવ ગુપ્તાની આગેવાની હેઠળ આ પહેલ વર્લ્ડ ઓર્ગન ડોનેશન દિન ૨૦૨૧ના રોજ યોજવામાં આવી હતી.

 તેઓએ જણાવ્યું હતુ કે, 'ભારતમાં અંગદાનના હેતુએ ધીમે ધીમે અને પ્રગતિકારક રીતે વેગ પકડ્યો છે, પરંતુ કોવિડ રોગચાળાએ આ પ્રયત્ન પર ભારે મોટો વાર કર્યો છે. સમય જતા અંગદાનની અને ટ્રાન્સપ્લાન્ટની ગુજરાતના લોકોમાં માગ વધી રહી છે. આમ છતાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની લાંબાગાળાની માંગ ખાસ કરીને લાંબાગાળાથી લિવર રોગ ધરાવનારાઓમાં વણસંતોષાયેલી રહી છે. શહેરમાં ટ્રાન્સપ્લાન્ટ અને લિવર કેર સેવાઓ પૂરી પાડે છે તેમ છતા લિવર દર્દીઓની આ માગ પૂરી થઇ નથી. 

(3:00 pm IST)