Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

રાજકોટમાં ૩ હથિયારધારી પીઆઇ સાથે ગુજરાતની મહત્વની જેલોમાં પોણો ડઝન પીઆઇ જડબેસલાક સુરક્ષા ચક્રમાં જોડાયા

રાષ્ટ્રીય લેવલે ગુજરાત જેલની અદભૂત કામગીરીને ડાભુરીયા તત્વો દ્વારા ગ્રહણ ન લાગે તે માટે એડી. ડીજી. ડો.કે. એલ.એન.રાવની દરખાસ્ત આધારે મહત્ત્વનો નિર્ણય : ગુજરાતમાં સહુપ્રથમ વખત રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા મહત્વનો નિર્ણયઃ ક્રમશ ગુજરાતની તમામ જેલો આવરી લેવાશે

રાજકોટ તા.૨૦, ગુજરાત જેલની ખ્યાતિ અને વ્યવસ્થા દેશભરમાં નમૂનેદાર બની રહી છે તૈયારે ગુજરાતની સેન્ટ્રલ જેલો પરની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવાના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા સિનિયર આઇપીએસ અને એડી.ડીજી લેવલના ગુજરાતના મુખ્ય જેલવડાની રજૂઆત આધારે રાજકોટ સહિત ગુજરાતની વિવિધ જેલોમાં હથિયારધારી એકમના પોણો ડઝન પોલીસ ઇન્સ્પેકટર પ્રતિ નિયુકિત ર્પ એસ.સે.પી.માંથી મૂકવામાં આવતા આંતરિક વ્યવસ્થા વધુ જડબેસલાક બનશે. 

 રાજ્ય સરકાર ગુજરાતની જેલો દ્વારા કોરોના કાળમાં પણ ગુજરાતના મુખ્ય જેલવડા ડો. કે.એલ.એન રાવ દ્વારા જે રીતે ઝડપથી સાવચેતી પગલાંઓ દ્વારા કેદીઓને બચાવવા સાથો સાથ જેલ સ્ટાફ તથા પરિવાર માટે જે ઝડપથી કાર્યવાહી કરવામાં આવી તેને કારણે રાષ્ટ્રિય ચેનલો દ્વારા નોંધ લેવામાં આવી.

 કેદીઓને વિવિધ રોજગાર માટે તૈયાર કરી વડાપ્રધાન તથા ગુજરાત સરકારના આહવાન મુજબ આત્મ નિર્ભર, લોકડાઉન છતાં કરોડોનું ટર્ન ઓવર જાળવી રાખવા સાથે દેશના ઇતિહાસમાં પ્રથમ વખત હેરિટેજ બિલ્ડિંગ નિર્માણ દ્વારા કેદીઓની અદભૂત ફૂડ પ્રોડકટ, ફર્નિચર અને સાબરમતી જેલમાં આઝાદી અર્થે જેલમાં રહેલા પૂજય ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલની સ્મૃતી દર્શન માટે માસ્ટર પ્લાન ઘડાય રહ્યો છે ત્યારે જેલના કેટલાક તત્વો દ્વારા આવી પ્રતિભાને ઝાંખપ ન લાગે તે માટે નિગરાની રાખવામાં આવનાર છે, રાજકોટ જેલના સુપ્રિ. બન્નોબેન જોષી દ્વારા રાજકોટને પણ ત્રણ પીઆઇ ફાળવાયાની બાબતને સમર્થન આપ્યું છે.

(12:46 pm IST)