Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

વિરમગામ અને બાવળાના સ્વામિનારાયણ મંદિરમાં હિંડોળા ઉત્સવ : હરિભક્તો બનાવી રહ્યા છે કલાત્મક હિંડોળા

વિરમગામના સુથારફળીના ચોકમાં આવેલ બહેનોના સ્વામિનારાયણ મંદિર અને બાવળામાં ધોળકા રોડ ઉપર સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : ચાતુર્માસ એટલે વૈષ્ણવ અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં વિશેષ નિયમ અને ભક્તિનો મહિનો. આ માસમાં તમામ મંદિરોમાં વિવિધ કલાત્મક હિંડોળા બનાવી હરિભક્તો ભગવાનને વિશિષ્ઠ વસ્ત્રો પરિધાન કરાવી લાડ કરાવે છે. વિરમગામના સુથારફળીના ચોકમાં આવેલ બહેનોના સ્વામિનારાયણ મંદિરમાં આ માસ દરમ્યાન વહેલી સવારથી જ હરિભક્ત બહેનો ધૂનની રમઝટ થી લઈ રાસ ગરબા અને ભજન કરી હરિકૃષ્ણ મહારાજને રીઝવી રહી છે. બહેનોના સ્વામિનારાયણ મંદિરના સાંખ્યયોગી માતા સુનીતાબા,ષઅલ્પાબા નાં માર્ગદર્શન હેઠળ ભગવાનને ડ્રાય ફ્રૂટ, ફૂલો, મોતી, ફુગ્ગાઓ અને વિવિધ શાકભાજી, ફળો ના શણગાર કરી હિંડોળા ઉત્સવ મનાવી રહ્યા છે. નિરાલીબેન સોની, જયાબેન રાવલ સહિતની બહેનો મોડી રાત સુધી ભક્તિભાવથી હિંડોળાઓનું કલાત્મક સર્જન કરી રહી છે.
  બાવળામાં ધોળકા રોડ ઉપર આવેલ મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી  સ્વામિનારાયણ મંદિર માં હિંડોળા ઉત્સવ ચાલી રહ્યો છે સંસ્થાના આચાર્ય શ્રી જીતેન્દ્રિયપ્રિયદાસજી  સ્વામીજીમહારાજ ની પ્રેરણા થી સંતો ભક્તો વિવિધ વસ્તુઓ થી હિંડોળા ની સજાવટ કરી ભગવાન ને હિંડોળે ઝુલાવે છે. તે અંતર્ગત મોતી ના હિંડોળાના દિવ્ય દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવી હતી.

(10:44 am IST)