Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

ત્રણ વર્ષથી વાહન ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને આમલેથા ખાતેથી ઝડપી પાડતી LCB, નર્મદા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હિમકર સિંહ,પોલીસ અધિક્ષકની માર્ગદર્શન અને સુચના મુજબ જીલ્લાના નાસતા - ફરતા આરોપીઓને પકડવા સારૂ પરિણામલક્ષી કામગીરી કરવા સુચના અનુસંધાને  એ.એમ.પટેલ , પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.એ જીલ્લાના નાસતા ફરતા આરોપીઓની બાતમી મેળવી ડેડીયાપાડા પો.સ્ટે.ના ગુનાના કામનો નાસતો - ફરતો મહેશભાઇ પારસીંગ કિરાળ( રહે.ગોલંબા તા.કઠીવાડા , જી.અલીરાજપુર) નાનો છોટાઉદેપુરથી સેલવાસ જતી બસમાં બેસેલ હોવાની બાતમી આઘારે એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો સાથે આ બસ માંથી મળી આવતા તેને ઝડપી ડેડીયાપાડા પો.સ્ટે.ને સોંપી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે

(11:39 pm IST)